For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય પર ભારત-અમેરિકા સંમેલન (CliCON OEH2025)નું આયોજન

03:21 PM Feb 25, 2025 IST | revoi editor
અમદાવાદમાં જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય પર ભારત અમેરિકા સંમેલન  clicon oeh2025 નું આયોજન
Advertisement

અમદાવાદઃ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (ICMR-NIOH), અમદાવાદ, ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન એન્વાયર્નમેન્ટલ હેલ્થ (ICMR-NIREH) અને CSIR-નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-NEERI)ના સહયોગથી, 26-28 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે ક્લાયમેટ ચેન્જ ઇમ્પેક્ટ્સ ઓન ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ હેલ્થ (CliCON OEH2025)નું આયોજન કરવા માટે તૈયાર છે.

Advertisement

CliCON OEH2025માં 300થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, પર્યાવરણીય આરોગ્ય નિષ્ણાતો અને ઉદ્યોગજગતના નેતાઓ સામેલ થશે. જેઓ વ્યવસાયિક અને પર્યાવરણીય સ્વાસ્થ્ય પર જળવાયુ પરિવર્તન દ્વારા ઉભા થયેલા ગંભીર પડકારોનું સમાધાન કરશે. આ પરિષદમાં 20 પ્રતિષ્ઠિત વક્તાઓ અનુકૂલન વ્યૂહરચનાઓ, જોખમ મૂલ્યાંકન માળખા અને નીતિ હસ્તક્ષેપો પર પોતાનાં વિચારો રજૂ કરશે. સાથે સાથે યુવા સંશોધકો દ્વારા આ ક્ષેત્રમાં ઉભરતા સંશોધનનું પ્રદર્શન કરતા 110 વૈજ્ઞાનિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરશે. વૈજ્ઞાનિક પુરાવા, શમન વ્યૂહરચનાઓ અને ટકાઉ ઉકેલો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આ પરિષદ આબોહવા-પ્રેરિત આરોગ્ય જોખમો પર ચર્ચાઓને આગળ વધારવા અને આબોહવા-સ્થિતિસ્થાપક કાર્યસ્થળો અને સમુદાયોને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.

આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન 26 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 વાગ્યે, નારાયણી હાઇટ્સ, અમદાવાદ-ગાંધીનગર રોડ, ભાટ, અમદાવાદ ખાતે કરવામાંઆવશે. આ ઉદ્ઘાટન આરોગ્ય સંશોધન વિભાગ (DHR)ના સચિવ અને ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલ; અમદાવાદ પશ્ચિમ ઝોનના માનનીય સંસદ સભ્ય શ્રી દિનેશ મકવાણા; અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, અસારવાના માનનીય ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને મણિનગરના માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવશે. આ કોન્ફરન્સ સંવાદ અને સહયોગ માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સેવા આપશે. જે જળવાયુ પરિવર્તન સંબંધિત આરોગ્ય જોખમો સામેની લડાઈમાં ભવિષ્યની નીતિઓ અને સંશોધન દિશાઓને આકાર આપવામાં મદદ કરશે.

Advertisement

ICMR-NIOH વિશે: ICMR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સંશોધન વિભાગ હેઠળ ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના નેજા હેઠળની એક અગ્રણી સંસ્થા છે. NIOHની સ્થાપના મુખ્યત્વે કાર્યસ્થળમાં પર્યાવરણીય તાણ અને ચલોનું મૂલ્યાંકન કરવાના હેતુથી સખત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement