For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારત દૂતાવાસ શરૂ કરશે

03:46 PM Oct 10, 2025 IST | revoi editor
દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારત દૂતાવાસ શરૂ કરશે
Advertisement

નવી દિલ્હીઃ ભારત મિત્ર દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દૂતાવાસ શરૂ કરશે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુતાકી સાથેની બેઠકમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ કાબુલમાં દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.જયશંકરએ આ દરમિયાન અફઘાનિસ્તાનના સંપ્રભુતાના સમર્થન પણ કર્યું હતું. 2021 બાદ આ પ્રથમવાર છે જ્યારે ભારતે અફઘાનિસ્તાનના સંપ્રભુતાનું પૂર્ણ સમર્થન આપ્યું છે.

Advertisement

મુતાકી સાથે બેઠક દરમિયાન જયશંકરએ જમાવ્યું હતું કે, ભારત હંમેશા અફઘાનિસ્તાનનો સાથે આપ્યો છે. અફગાનિસ્તાન અમારા માટે ખુબ મહત્વનું છે. અફઘાનએ તાજેતરમાં આતંક સામેની લડાઈમાં અમને સાથ આપ્યો છે. પહેલગામ હુમલાની પણ નિંદા કરી હતી. અફઘાનિસ્તાનમાં હાલ રશિયા અને પાકિસ્તાન જેવા દેશોનું દૂતાવાસ છે. કાબુલમાં ભારતમાં ઉચ્ચાયોગની જરૂર છે પરંતુ દૂતાવાસમાં બદલી શકાયુ ન હતું. તાલિબાન શાસન આવ્યા બાદ ભારત સાઈલેન્ટ મોડમાં હતું. હવે ભારતએ હવે દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે.

ડો.એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં વિકાસ અને માનવીય સહાયતાનું ભારત યથાવત રાખશે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં જે પ્રોજેક્ટની ભારતે જાહેરાત કરી હતી જે ફરીથી શરૂ કરવાની તૈયારીમાં છીએ. ભારતે અફઘાનિસ્તાનમાં 20 એમ્બ્યુલેન્સ આપવાની પણ જાહેરાત કરી હતી.

Advertisement

જયશંકર સાથેની બેઠક દરમિયાન અફઘાનના વિદેશ મંત્રી મુતાકીએ જમાવ્યું હતું કે, ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકો સાથે ઉભી રહ્યું છે. અમે ભારત સામે કોઈ કાવતરાને થવા નહીં દઈએ. બંને દેશ વચ્ચે ક્રોસ બોર્ડ ટેરરિઝમને લઈને પણ ચર્ચા થઈ છે. મુતાકી તાલિબાન શાસનના પ્રથમ વિદેશ મંત્રી છે જે ભારતના પ્રવાસે આવ્યાં છે.

Advertisement
Tags :
Advertisement