For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત 22થી 28 માર્ચ, 2025 સુધી કેન્દ્રીય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળની યજમાની કરશે

05:21 PM Mar 21, 2025 IST | revoi editor
ભારત 22થી 28 માર્ચ  2025 સુધી કેન્દ્રીય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળની યજમાની કરશે
Advertisement

નવી દિલ્હીઃ ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આંતરરાષ્ટ્રીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (આઇવાયઇપી) અંતર્ગત 22થી 28 માર્ચ, 2025 સુધી ભારતમાં ત્રીજા મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળનું આયોજન કરશે. આ પહેલનો ઉદ્દેશ યુવાનોના સહયોગ, સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને ભારત અને મધ્ય એશિયાના દેશો - કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાનો છે.

Advertisement

આ કાર્યક્રમ જાન્યુઆરી, 2022માં આયોજિત ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સમિટ દરમિયાન નિર્ધારિત વિઝનને અનુસરે છે, જેમાં ભારતનાં માનનીય પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રનાં યુવાન નેતાઓ વચ્ચે પારસ્પરિક સમજણ વધારવા માટે વાર્ષિક યુવા આદાન-પ્રદાન પહેલની દરખાસ્ત રજૂ કરી હતી. 100 સભ્યોનું આ પ્રતિનિધિમંડળ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાશે, જેમાં ભારતનાં ઐતિહાસિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નોની શોધ કરવામાં આવશે. તેમજ સ્થાનિક યુવા નેતાઓ અને મુખ્ય હિતધારકો સાથે વાતચીત કરવામાં આવશે.

આ મુલાકાતની મુખ્ય મુખ્ય બાબતોઃ

Advertisement

સાંસ્કૃતિક અને વારસાનો પરિચયઃ તાજમહેલ, આગ્રાનો કિલ્લો, હુમાયુનો મકબરો અને ગોવાનાં હેરિટેજ સ્થળોની મુલાકાત લઈને ભારતની સ્થાપત્ય અને ઐતિહાસિક વિરાસતનો અનુભવ લેવો.

એકેડમિક અને આર્થિક જોડાણઃ ટેકનોલોજી, સંશોધન અને ઉદ્યોગસાહસિકતામાં ભારતની પ્રગતિની તકો શોધવા આઇઆઇટી દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે ચર્ચાવિચારણા તથા ગોવા ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)/ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટની મુલાકાત લેશે.

યુથ નેટવર્કિંગ એન્ડ વોલન્ટિયરિઝમઃ માય ભારત સાથે જોડાણ યુવા સશક્તિકરણ, નેતૃત્વ અને નવીનતા પર ચર્ચા કરવા સ્વયંસેવકો છે.
ઉચ્ચ-સ્તરીય રાજદ્વારી આદાનપ્રદાન: યુવા મુત્સદ્દીગીરીના મહત્વ પર ભાર મૂકતા માનનીય વિદેશ મંત્રી, ગોવાના માનનીય મુખ્યમંત્રી અને ગોવાના રાજ્યપાલ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવશે.

સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને ગાલા ડિનરઃ પ્રતિનિધિમંડળનાં સન્માનમાં ગોળમેજી પરિષદ અને ગાલા ડિનરનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રતિનિધિઓ તેમનાં દેશોમાં યુવાનો સાથે જોડાવા માટે તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરશે.

આ મુલાકાત ભવિષ્યના સહયોગ, આંતર-સાંસ્કૃતિક સમજણ, નેતૃત્વ વિકાસ અને મુખ્ય ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. યુવા આદાન-પ્રદાનનો આ કાર્યક્રમ ભારતની મધ્ય એશિયા સાથે પ્રાદેશિક શાંતિ, મૈત્રી અને આર્થિક ભાગીદારી પ્રત્યેની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે, જેથી સદ્ભાવનાનાં જોડાણમાં સતત વધારો થતો રહે.

Advertisement
Tags :
Advertisement