વાવાઝોડાથી પ્રભાવિત ક્યુબાને ભારતે માનવતાવાદી સહાય મોકલી
06:35 PM Jan 10, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ભારતે, શુક્રવારે રાફેલ વાવાઝોડાથી પ્રભાવિત ક્યુબાને માનવતાવાદી સહાય મોકલી. સહાયના પ્રથમ જથ્થામાં એન્ટિબાયોટિક્સ, પેઇનકિલર્સ, ઓઆરએસ સહિત આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે.
Advertisement
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતે ક્યુબાના લોકો માટે માનવતાવાદી સહાય મોકલી છે. વાવાઝોડા રાફેલને પગલે આજે ક્યુબામાં એન્ટિબાયોટિક્સ, એન્ટિ-પાયરેટિક્સ, પીડા નિવારક, ઓઆરએસ, સ્નાયુઓને આરામ આપનારા સહિતની આવશ્યક દવાઓનો જથ્થો મોકલવામાં આવ્યો હતો.
વાવાઝોડું રાફેલ, 6 નવેમ્બરના રોજ પશ્ચિમ ક્યુબાના આર્ટેમિસા પ્રાંતમાં ત્રાટક્યું હતું. રાફેલને કારણે ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. વાવાઝોડાને કારણે ક્યુબામાં વ્યાપક વીજળી ગુલ થઈ ગઈ અને ઘણા ઘરોને નુકસાન થયું હતું.
Advertisement
Advertisement
Next Article