ભારતે ભૂટાન સાથે રેલવે કનેક્ટીવીટી વધારવાની પ્રતિબદ્ધતા દોહરવી
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનની મુલાકાતના બીજા દિવસે થિમ્પુના ચાંગલિમિથાંગ સ્ટેડિયમ ખાતે આયોજિત કાલચક્ર સશક્તિકરણ સમારોહમાં ભાગ લેશે. મોદીએ ગઈકાલે થિમ્પુમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. મોદીએ ભારત અને ભૂટાન વચ્ચે રેલવે કનકેટીવીટી વધારવાની પ્રતિબદ્ધતા દોહરવી હતી. ભારત સરકારે ભૂટાનમાં ઊર્જા પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે ભૂટાન માટે ચાર હજાર કરોડ રૂપિયાની કન્સેશનલ લાઇન ઓફ ક્રેડિટની જાહેરાત કરી છે.
સ્વદેશ પરત ફરતા પહેલા, પ્રધાનમંત્રી મોદી એક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કાલચક્ર સમારોહમાં હાજરી આપશે, જે તિબેટીયન બૌદ્ધ ધર્મનો એક મુખ્ય અને પવિત્ર કાર્યક્રમ ગણાય છે. ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણની દ્રષ્ટિએ આ મુલાકાત મહત્ત્વપૂર્ણ બની રહેશે.
પ્રધાનમંત્રીની આ યાત્રાથી ભારત અને ભૂતાન વચ્ચેના પરંપરાગત ગાઢ સંબંધોને નવો વેગ મળ્યો છે, તેમજ બંને દેશો વચ્ચે સહયોગના નવા માર્ગો ખૂલવાની આશા છે.