For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારત 118મા ક્રમે, ફિનલેન્ડ પ્રથમ ક્રમે

05:58 PM Mar 24, 2025 IST | revoi editor
વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારત 118મા ક્રમે  ફિનલેન્ડ પ્રથમ ક્રમે
Advertisement

ભારત સતત વિકાસ કરી રહ્યો છે, આર્થિક રીતે સમૃદ્ધ થઇ રહ્યો છે , આ વાત આપણે આજકાલ ખુબ સાંભળીયે છીએ. છતાં વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારત 118મા ક્રમે છે. નવાઈની વાત એ છે કે પછાત ગણાતા પાકિસ્તાન અને નેપાળ કરતા ઇન્ડિયા પાછળ છે.

Advertisement

“વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ શું છે?”
વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં મુખ્યત્વે જે તે દેશની 6 બાબતો પર ભાર આપવામાં આવે છે. જેમાં માથાદીઠ આવક, સામાજિક ટેકો, નાગરિકોની તંદુરસ્તી અને આયુષ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચાર મુક્ત દેશ બગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ તમામ મુદ્દે સર્વે કરવામાં આવે છે. તેમાં નાગરિકોને આ તમામ મુદ્દે 1 થી 10 માં ક્રમ આપવાનો હોય છે અને આ આધારે નક્કી થાય છે દેશની સુખાકારીનો આંક એટલે કે હેપ્પીનેસ.

20 માર્ચના રોજ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટર દ્વારા ગેલપ અને યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક સાથે ભાગીદારીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 147 દેશના લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલા ખુશ છે. સમાજમાં એકંદર સુખ માપવા માટે આરોગ્ય, સંપત્તિ, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચારથી મુક્તિ સહિતનાં વિવિધ પરિબળો પર સવાલો પૂછવામાં આવ્યા હતા અને જવાબોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પાકિસ્તાન ભારતથી ઉપર છે. 2025ની યાદીમાં તેને 109મું સ્થાન મળ્યું છે. નેપાળ પણ ભારતથી ઉપર છે, તેને 92મું સ્થાન મળ્યું છે.

Advertisement

ફિનલેન્ડ આ રેન્કિંગમાં ફરી નંબર 1 પર છે. ફિનલેન્ડના લોકો ખૂબ ખુશ છે. વિશ્વનો આ સૌથી ખુશ દેશ સતત આઠમા વર્ષે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પોતાનો નંબર 1 રેન્કિંગ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ભારત માટે ફરી એકવાર ખરાબ સમાચાર છે. આ વખતે 147 દેશની આ યાદીમાં ભારત 118મા ક્રમે છે. ગયા વખતે ભારત આ યાદીમાં 126મા સ્થાને હતું.

રિપોર્ટમાં ફિનલેન્ડ ટોચ પર રહ્યું આ વર્ષે પણ હેપ્પીનેસના રિપોર્ટમાં ફિનલેન્ડ ટોચ પર રહ્યું. ત્યાર બાદ ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વિડન, નેધરલેન્ડ, કોસ્ટારિકા, નોર્વે, ઇઝરાયલ, લક્ઝમબર્ગ અને મેક્સિકોનો ક્રમ આવે છે. અફઘાનિસ્તાન ઇન્ડેક્સમાં સૌથી નીચે છે. તેનાથી ઉપર સિએરા લિયોન, લેબનન, માલાવી, ઝિમ્બાબ્વે, બોત્સ્વાના, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યમન, કોમોરોસ અને લેસોથો છે.
અમેરિકા 24મા ક્રમે છે, જે ગયા વર્ષ કરતાં એક સ્થાન નીચે છે. આ સર્વે 2012માં શરૂ થયો હતો અને એ સમયે અમેરિકા યાદીમાં 11મા સ્થાને હતું. ત્યારથી અમેરિકા સતત નીચે જઈ રહ્યું છે.

ટોચના 20 ખુશ દેશો
1. ફિનલેન્ડ
2. ડેનમાર્ક
3. આઇસલેન્ડ
4. સ્વિડન
5. નેધરલેન્ડ
6. કોસ્ટારિકા
7. નોર્વે
8. ઇઝરાયલ
9. લક્ઝમબર્ગ
10. મેક્સિકો
11. ઓસ્ટ્રેલિયા
12. ન્યૂઝીલેન્ડ
13. સ્વિટ્ઝર્લેન્ડ
14. બેલ્જિયમ
15. આયર્લેન્ડ
16. લિથુઆનિયા
17. ઑસ્ટ્રિયા
18. કેનેડા
19. સ્લોવેનિયા
20. ચેક ગણરાજ્ય

Advertisement
Tags :
Advertisement