For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત-જાપાન સાથે મળીને બનાવશે નવી પેઢીની એર-ટુ-એર મિસાઇલ

03:40 PM Sep 05, 2025 IST | revoi editor
ભારત જાપાન સાથે મળીને બનાવશે નવી પેઢીની એર ટુ એર મિસાઇલ
Advertisement

નવી દિલ્હી: ભારત અને જાપાન હવે મળીને નવી પેઢીની હવા-થી-હવા (Air-to-Air) મિસાઇલ વિકસાવવાના પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યા છે. સૂત્રો મુજબ, બંને દેશો એક સંયુક્ત પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્સુક છે, જેના માધ્યમે 300 કિમીથી વધુ રેન્જ ધરાવતી આધુનિક બિયૉન્ડ-વિઝ્યુઅલ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ (BVRAAM) તૈયાર થઈ શકે છે. આ મિસાઇલ ખાસ કરીને ભારતના એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) અને જાપાનના ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામ (GCAP) લડાકુ વિમાનો માટે ડિઝાઇન કરવામાં આવશે.

Advertisement

ચીન પહેલેથી જ PL-16 (200-250 કિમી) અને PL-17 (400+ કિમી) જેવી લાંબી રેન્જની મિસાઇલો તહેનાત કરી ચૂક્યું છે. આ મિસાઇલો દ્વારા તે દુશ્મનના AWACS અને ટૅન્કર વિમાનોને દૂરથી જ નિશાન બનાવી શકે છે. આવી પરિસ્થિતિમાં ભારત અને જાપાન બંનેને એવી મિસાઇલની જરૂર છે જે લાંબા અંતરે પણ સચોટ હુમલો કરી શકે.

ભારત અને જાપાનની હાલની શક્તિ: ભારત પહેલેથી જ DRDO મારફતે અસ્ત્ર શ્રેણીની મિસાઇલો વિકસાવી ચૂક્યું છે.

Advertisement

  • અસ્ત્ર Mk-I : 110 કિમી રેન્જ, પહેલેથી જ વાયુસેનામાં સામેલ.
  • અસ્ત્ર Mk-II : 160 કિમી રેન્જ, 2025માં ટ્રાયલ થવાનો છે.
  • અસ્ત્ર Mk-III (ગાંડીવ) : 340+ કિમી રેન્જ, 2030 સુધી સામેલ થવાની આશા.

જાપાન પાસે હાલમાં AAM-4TDR મિસાઇલ છે, જેની રેન્જ 160-170 કિમી છે, પરંતુ તે ચીનની નવી પેઢીની મિસાઇલોની સરખામણીએ નબળી માનવામાં આવે છે.

તાજેતરમાં ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની ચાઇનીઝ PL-15E મિસાઇલોને નીચે પાડી હતી. ત્યારબાદ ભારતે જાપાનને ઈલેક્ટ્રોનિક કાઉન્ટર-કાઉન્ટર મેજર્સ (ECCM) સંબંધિત ડેટા પણ ઉપલબ્ધ કરાવ્યો, જેના કારણે બંને દેશો વચ્ચેનું રક્ષણ સહકાર વધુ મજબૂત બન્યું છે.

જો ભારત-જાપાનનો આ સંયુક્ત પ્રોજેક્ટ સફળ થાય છે, તો 2030 સુધી બંને દેશોની વાયુસેનાને નવી પેઢીની સુપર મિસાઇલ મળી જશે. આ મિસાઇલ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં વ્યૂહાત્મક સંતુલન જાળવવામાં અને પ્રભુત્વ કાયમ રાખવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ ભાગીદારી બંને દેશો વચ્ચે વધતા રક્ષણ સહકાર અને વ્યૂહાત્મક સંબંધોનું મહત્વનું પગરણ માનવામાં આવી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement