For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આતંકવાદ સામે લડવા માટે ભારતે મજબુત ઈકોસિસ્ટમ બનાવી છેઃ અમિત શાહ

02:26 PM Nov 07, 2024 IST | revoi editor
આતંકવાદ સામે લડવા માટે ભારતે મજબુત ઈકોસિસ્ટમ બનાવી છેઃ અમિત શાહ
Advertisement

નવી દિલ્હીઃ NIA દ્વારા આયોજિત બે દિવસીય 'આતંક વિરોધી પરિષદ-2024'ના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આઝાદીને 75 વર્ષ વીતી ગયા છે. દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા જાળવવા માટે અત્યાર સુધીમાં 36,468 પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આજે હું તે બધાને તેમના સર્વોચ્ચ બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું અને દેશ વતી તેમના પરિવારજનોનો પણ આભાર માનું છું. તેમણે કહ્યું કે, પીએમ મોદી દેશના વડાપ્રધાન બન્યાના 10 વર્ષમાં જ ભારત સરકારે આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના અપનાવી છે. આતંકવાદ સામે ઝોરી ટોલરન્સના તેમના સૂત્રને આજે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે. આતંકવાદ સામે લડવા માટે ભારતમાં એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે.

Advertisement

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલા અને તેમના ષડયંત્રો આપણી વિરુદ્ધ સીમાવિહીન અને અદ્રશ્ય રીતે છે. જો આપણે આનો સચોટ સામનો કરવો હોય તો આપણા યુવા અધિકારીઓને ઉચ્ચતમ ટેક્નોલોજીથી સજ્જ બનવું પડશે. તેમને તાલીમ આપવી પડશે. તેમને તમામ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં અમે આને તાલીમનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવીશું.

તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે આતંકવાદ, આતંકવાદીઓ અને તેમની ઇકોસિસ્ટમ સામે લડવા માટે જે સક્રિય અભિગમ અપનાવ્યો છે તેના માટે અમે આગળનું પગલું લઈ રહ્યા છીએ. અમે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ અને વ્યૂહરચના લઈને આવીશું. મેં કહ્યું તેમ પોલીસ એ રાજ્યનો વિષય છે અને લડાઈ રાજ્યની પોલીસે જ લડવી પડશે. તમામ (કેન્દ્રીય) એજન્સીઓ તમને પગલાં લેવા માટે માહિતી આપવા માટે મદદ કરશે.

Advertisement

આ પહેલા અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકાર તેની ઝીરો ટોલરન્સ પોલિસી સાથે આતંકવાદ મુક્ત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, ગુરુવારથી શરૂ થનારી બે દિવસીય આતંકવાદ વિરોધી પરિષદ ભારતના સુરક્ષા માળખાને મજબૂત કરવા એજન્સીઓ વચ્ચે સંકલનને વધુ વધારશે.

Advertisement
Tags :
Advertisement