For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

T-20 ટી વર્લ્ડ કપમાં આજે ભારત-કેનેડા વચ્ચે મેચ,વરસાદની શકયતા

01:00 PM Jun 15, 2024 IST | revoi editor
t 20 ટી વર્લ્ડ કપમાં આજે ભારત કેનેડા વચ્ચે મેચ વરસાદની શકયતા
Advertisement

મુંબઈઃ ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં આજે ભારતનો મુકાબલો કેનેડા સામે થશે.ફ્લોરીડામાં રમાનારા આ મેચ પર વરસાદનું સંકટ તોળાઇ રહ્યુ છે. ટુર્નામેન્ટમાં આત્મવિશ્વાસથી ભરપુર ટીમ ઇન્ડીયા આજે સેન્ટ્રલ બ્રોબાર્ડ રીજીનલ પાર્ક સ્ટેડીયમ ખાતે એ ગ્રુપની છેલ્લીમાં કેનેડાની ટીમનો સામનો કરશે, જ્યાં ભારતનું લક્ષ્યાંક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સતત ચોથી જીત મેળવવાનું રહેશે.

Advertisement

સતત ત્રણ મેચમાં વિજય મેળવી ભારત પહેલાંજ સુપર એઇટમાં પ્રવેશી ચુક્યુ છે.જો કેનેડા સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો પણ ટીમ ઇન્ડીયાના સમીકરણ પર કોઇ ફરક પડશે નહી.પણ જો વરસાદ ન થાય તો ભારત સુપર એઇટમાં જતા પહેલાં ટીમની કેટલીક ખામીઓ સુધારવા માટે પ્રયાસ કરશે.

છેલ્લા કેટલાક દિવસથી ફ્લોરીડામાં વાતાવરણ ખરાબ ચાલી રહ્યુ છે.ભારે વરસાદના પગલે ત્યાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે મેચ રમાવવાની શક્યતા ઓછી છે. વિરાટ કોહલી આઈપીએલ 2024 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ટૂર્નામેન્ટમાં આવ્યા હતા. વિરાટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમતાં 15 મેચોમાં 741 રન બનાવ્યા હતા.

Advertisement

પ્રશંશકો અને ટીમ ઈન્ડિયાને અપેક્ષા હતી કે કોહલીનું ફોર્મ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ ચાલુ રહેશે. પરંતુ, ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કોહલીએ ગ્રુપ એની પ્રથમ ત્રણ મેચમાં ભારત માટે 1, 4 અને 0 રન બનાવ્યા છે. તેમના ફ્લૉપ શોને પગલે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ભારત હવે ન્યુયોર્કની ડ્રોપ ઇન પીચના સ્થાને લોડરહીલ ખાતે રમશે, આશા સેવાઇ રહી છે કે વિરાટ કોહલી પોતાની મુળ લય મેળવવામાં સફળ થાય

બીજી તરફ કૅનેડાએ પ્રથમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમતાં પોતાની પ્રતિભા સાબીત કરી છે.જેમાં આયરલેન્ડ પર 12 રનની જીત પણ સામેલ છે. કેનેડા તરફથી નિકોલસ કિર્ટને ઉંચા સ્ટ્રાઇક રેટ સાથે બેટીંગ કરી છે તો આરોન જોન્સ પણ સારી લયમાં જોવા મળ્યા છે.

ડિલન હેરીગર કેનેડાના સૌથી શ્રેષ્ઠ બોલર રહ્યા છે અને જો આજે વરસાદ નથી પડતો તો રોહીત અને વિરોટ કોહલી સામે તેમનો મુલાબલો રસપ્રદ રહેશે.નાંધનીય છે કે આ ભારત અને કેનેડાની પુરુષ ક્રિકેટ ટીમ વચ્ચે પહેલી મેચ હશે.

Advertisement
Tags :
Advertisement