ભારત આ વર્ષે પણ વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બન્યુંઃ વર્લ્ડ બેંક
નવી દિલ્હીઃ વર્લ્ડ બેંક દ્વારા નાણાકીય વર્ષ 2026 (FY26) માટે ભારતના વૃદ્ધિ દરના અનુમાનને 6.3 ટકાથી વધારીને 6.5 ટકા કરવામાં આવ્યું છે. મજબૂત ઘરેલું માંગ, ગ્રામીણ માંગમાં સુધારો અને કર સુધારાઓની સકારાત્મક અસરને કારણે આ વધારો થયો છે. વર્લ્ડ બેંકે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત આ વર્ષે પણ વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની રહેશે.
બાંગ્લાદેશ નાણાકીય વર્ષ 2026માં વૃદ્ધિ દર 4.8 ટકા રહેવાનો અંદાજ છે.ભૂટાન હાઇડ્રોપાવર કન્સ્ટ્રક્શનમાં વિલંબને કારણે FY26 માટે વૃદ્ધિ દરનો અંદાજ 7.3 ટકા ઘટાડાયો છે, પરંતુ FY27માં સુધારો થવાની અપેક્ષા છે.માલદીવ FY26માં વિકાસ દર ધીમો પડીને 3.9 ટકા રહેવાનો અંદાજ છે.નેપાળ તાજેતરની અશાંતિ અને વધેલી રાજકીય-આર્થિક અનિશ્ચિતતાને કારણે FY26માં વિકાસ દર ઘટીને 2.1ટકા રહેવાનો અંદાજ છે.શ્રીલંકા પર્યટન અને સેવા નિકાસમાં મજબૂત વૃદ્ધિને કારણે FY26માં વિકાસ દર વધારીને 3.5ટકા કરવામાં આવ્યો છે.
વર્લ્ડ બેંકના દક્ષિણ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ જોહાનસ ઝુટે કહ્યું કે, દક્ષિણ એશિયામાં અપાર આર્થિક ક્ષમતાઓ છે અને તે હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ કરતો પ્રદેશ છે, પરંતુ દેશોએ વિકાસના જોખમોને સક્રિયપણે સંભાળવાની જરૂર છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની ઓક્ટોબર એમપીસી (MPC) બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ (FY26) માટે જીડીપી (GDP) વૃદ્ધિ દરના અનુમાનને 6.5 ટકાથી વધારીને 6.8 ટકા કરવામાં આવ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ દરના અંદાજો:બીજી ત્રિમાસિક (Q2): 7.0ટકા,ત્રીજી ત્રિમાસિક (Q3): 6.4 ટકા,ચોથી ત્રિમાસિક (Q4): 6.2 ટકા,વધુમાં, કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ (FY26) માટે રિટેલ ફુગાવા (Retail Inflation) ના અનુમાનને 3.1ટકા (ઓગસ્ટ) થી ઘટાડીને 2.6 ટકા કર્યું છે.ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રિમાસિક ફુગાવાના અંદાજો:બીજી ત્રિમાસિક (Q2): 1.8 ટકા (પહેલાં 2.1 ટકા હતો),ત્રીજી ત્રિમાસિક (Q3): 1.8 ટકા (પહેલાં 3.1ટકા હતો),ચોથી ત્રિમાસિક (Q4): 4.0 ટકા કરી દેવામાં આવ્યું છે.