For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતે પ્રથમ ટેસ્ટમાં વેસ્ટઈન્ડીઝને ઈનિંગ્સ અને 140 રનથી હરાવ્યું

03:13 PM Oct 04, 2025 IST | revoi editor
ભારતે પ્રથમ ટેસ્ટમાં વેસ્ટઈન્ડીઝને ઈનિંગ્સ અને 140 રનથી હરાવ્યું
Advertisement

અમદાવાદ:  ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે પારી અને 140 રનથી જીતીને પોતાના દબદબાને જાળવી રાખ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમાયેલ આ મેચમાં ભારતે પ્રથમ પારી 448/5 રન પર ડીકલેર કરી હતી અને વેસ્ટઇન્ડીઝ સામે 286 રનની લીડ મેળવી હતી. વેસ્ટઇન્ડીઝ ટીમે બીજી પારીમાં પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને માત્ર 146 રન પર બધી વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે ભારતે સરળ જીત મેળવી હતી. આ જીતથી ભારતને ટેસ્ટ સીરીઝમાં 1-0 ની આગેવાની મળી છે.

Advertisement

ભારત તરફથી રવિન્દ્ર જડેજા અને મોહમ્મદ સિરાજે શ્રેષ્ઠ બોલિંગ કરી વેસ્ટઇન્ડીઝની બેટિંગ બે સત્ર પહેલા જ સમાપ્ત કરી દીધી. જાડેજાએ 4, સિરાજે 3, કુલદીપ યાદવે 2 અને સુંદરે એક વિકેટ લીધી હતી. આ સાથે જ, ભારત-વેસ્ટઇન્ડીઝ ટેસ્ટ સીરીઝમાં 17મી વખત કોઈ ટીમ પારીના અંતરથી જીતની સિદ્ધિ મેળવી છે. આમાં વેસ્ટઇન્ડીઝે 20મી સદીમાં 9 વખત જીત મેળવી હતી, જ્યારે 21મી સદીમાં ભારતે  8 મેચ જીતી છે. વેસ્ટઇન્ડીઝની બેટિંગ ટીમ બંને પારીમાં નબળી રહી છે. છેલ્લી 15 પારીઓમાં તેઓ માત્ર બે વખત 200 રનનો આંકડો પાર કરી શક્યા છે અને આ દરમિયાન સર્વોચ્ચ સ્કોર 253 રહ્યો છે. પ્રથમ ઈનિંગ્સમાં ભારતે 448 રન બનાવ્યાં હતા. કે.એસ.રાહુલ, ધ્રુવ જુવેલ અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. જ્યારે કેપ્ટન ગીલે અર્ધસદી ફટકારી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement