For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવી મેળવી જીત, વિરાટ સૌથી વધુ કેચ પકડનાર ભારતીય બન્યો

10:53 AM Feb 24, 2025 IST | revoi editor
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવી મેળવી જીત  વિરાટ સૌથી વધુ કેચ પકડનાર ભારતીય બન્યો
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.

Advertisement

ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા. શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ લીધી. અબરાર અહેમદ અને ખુશદિલ શાહે 1-1 વિકેટ લીધી.

વિરાટ 158 કેચ સાથે વન-ડેમાં સૌથી વધુ કેચ પકડનાર ભારતીય બન્યો. તેણે ઈનિંગ્સમાં 15મો રન બનાવતાની સાથે જ સૌથી ઝડપી 14,000 ODI રન પણ પૂરા કર્યા. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા નંબરનો ટોપ સ્કોરર પણ બન્યો. તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો, જેમના નામે 27,483 રન છે.

Advertisement

કોહલીની પાકિસ્તાન સામે ત્રણ ટુર્નામેન્ટમાં સદી ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીએ વન-ડેમાં 51મી સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 82મી સેન્ચુરી પૂરી કરી છે. ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પહેલી સદી છે. ત્યારે હવે તેના નામે પાકિસ્તાન સામે ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં સેન્ચુરી ફટકારી છે.

પાકિસ્તાનની હારના 2 કારણો

ધીમી બેટિંગ: પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ, પાકિસ્તાને મિડલ ઓવરોમાં ખૂબ જ ધીમી બેટિંગ કરી.

સ્પિનરોનો અભાવ: 
પાકિસ્તાને પ્લેઇંગ-11માં ફક્ત એક જ ફુલ-ટાઇમ સ્પિનર ​​અબરાર અહેમદને તક આપી. જેમણે 10 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી. બાકીના સ્પિનરો તેને સાથ આપી શક્યા નહીં.

ભારતની જીતના 2 હીરો

વિરાટ કોહલી: વિરાટ કોહલીએ 111 બોલમાં 100 રનની ઈનિંગ રમી. વિરાટે અબરારની ઓવરો ધીરજથી રમી અને પછી ઝડપથી રન બનાવ્યા.

કુલદીપ યાદવ: 3 વિકેટ લીધી, ડેથ ઓવરોમાં બેટર્સને રન બનાવતા અટકાવ્યા. કુલદીપે 3 વિકેટ લીધી. આ કારણે પાકિસ્તાની ટીમ ડેથ ઓવરોમાં વધારે રન બનાવી શકી નહીં.

Advertisement
Tags :
Advertisement