For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પુણેમાં ઇંગ્લેન્ડને હરાવી ભારતે ચોથી T20 પોતાના નામે કરી

01:05 PM Feb 01, 2025 IST | revoi editor
પુણેમાં ઇંગ્લેન્ડને હરાવી ભારતે ચોથી t20 પોતાના નામે કરી
Advertisement

પુણેમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 15 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 166 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. તેના માટે હેરી બ્રુકે અડધી સદી ફટકારી હતી. ભારતે આ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

Advertisement

પુણેમાં રમાયેલી મેચમાં હર્ષિત રાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 3 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈને પણ 3 વિકેટ મળી હતી. 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને 1 વિકેટ મળી હતી. અક્ષર પટેલને પણ સફળતા મળી.

ટીમ ઈન્ડિયાએ સીરીજ પર કબજો કર્યો

Advertisement

ભારતે શ્રેણીની પ્રથમ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આ પછી, તેઓએ બીજી મેચ 2 વિકેટથી જીતી લીધી. ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે પુનરાગમન કર્યું અને ભારતને 26 રને હરાવ્યું. આ પછી ભારતે પુણેમાં 15 રનથી જીત મેળવી હતી. હવે સીરીજની છેલ્લી મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે.

Advertisement
Tags :
Advertisement