એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે
11:24 AM Nov 21, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હી: કતારમાં ચાલી રહેલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે.આ મેચ દોહામાં બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025નો ખિતાબ જીતવા માટે હજુ 2 મેચ જીતવી પડશે.
Advertisement
અગાઉ, ગ્રુપ સ્ટેજમાં પહેલી મેચમાં યુએઈને હરાવ્યું જ્યારે બીજી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. લીગ સ્ટેજની ત્રીજી મેચમાં ભારતનો સામનો ઓમાન સાથે થયો હતો. જેમાં ભારતને 6 વિકેટથી જીત મળી હતી. આ ટૂર્નામેન્ટની ફાઈનલ 23 નવેમ્બરના રોજ દોહામાં રમાશે.
Advertisement
Advertisement