For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 25000 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ

06:08 PM Mar 17, 2025 IST | revoi editor
ગુજરાતમાં 25000 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
Advertisement
  • જિલ્લા પંચાયતો હસ્તકના હેલ્થ સેન્ટરોમાં આરોગ્ય સેવા ખોરવાઈ
  • નાણાકીય અને વહિવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
  • આરોગ્ય કર્મચારી મહાસંઘ લડી લેવાના મુડમાં

અમદાવાદઃ ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ  આજે તા. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે. આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25 હજાર જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ પર ઉતર્યા છે.

Advertisement

રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘે નાણાંકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલતા અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યું છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે આદેશથી  આજે તારીખ 17 માર્ચથી આરોગ્ય કર્મચારી અચોક્કસ મુદની હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે,  ટેક્નિકલ ગ્રેડ-પે મુદ્દો ઉકેલાયો નથી. ખાતાકીય પરીક્ષા રદ કરવાનો પ્રશ્ન હજુય યથાવત્ રહ્યો છે. અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓએ ધરણા કર્યાં, દેખાવો કર્યાં, માસ સીએલ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું તેમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોગ્ય કર્મચારીઓ લડ લેવાના મુડમાં છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે આ વખતે નક્કી કર્યુ છે, કે, જ્યાં સુધી મંત્રણા ન થાય અને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી સરકાર સાથે વાટાઘાટો કરવામાં નહીં આવે. હડતાળ ચાલુ રહેશે કારણ કે, આ અગાઉ પણ સરકારના મંત્રીઓએ ખાતરી આપી હતી પરંતુ, અત્યાર સુધી અમલ નથી કરાયો. નવાઈની વાત તો એ છે કે, ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓની એક કમિટીએ વર્ષ 2022માં લેખિતમાં ભલામણ કરી હતી. કર્મચારીઓને સરકાર કોણીએ ગોળ ચોંટાડી દે છે પણ લાભ નથી આપતી. હડતાળને કારણે ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર પર સેવાઓ ખોરવાશે. આ કારણોસર આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આ ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement