હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં થયો વધારો

04:48 PM Jun 28, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ શહેરના એરપર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનાના ડેટા મુજબ, ફેબ્રુઆરી-2025ની સરખામણીએ મે-2025માં મુસાફરોની સંખ્યામાં 12.34%નો નોંધપાત્ર વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને સેગમેન્ટમાં જોવા મળી છે, જે એરપોર્ટની વધતી જતી લોકપ્રિયતા અને કનેક્ટિવિટી દર્શાવે છે.

Advertisement

સુરત શહેર આર્થિક પાટનગર ગણાય છે. ટેક્સટાઈલ સહિત અનેક ઉદ્યોગોને કારણે બહાર ગામના વેપારીઓ પણ સમયાંતરે ખરીદી માટે સુરતની મુલાકાતે આવતા હોય છે, તેમજ શહેરના લોકો પણ ઈન્ટરનેશનલ ટૂર માટે એરપોર્ટ પરથી વિમાની સેવાનો લાભ લેતા હોય છે. તેના લીધે સુરત એરપોર્ટ પ્રવાસીઓથી ધમધમતું રહેતુ હોય છે. ફેબ્રુઆરી-2025માં કુલ 1,45,920 મુસાફરોની અવર-જવર નોંધાઈ હતી, જે મે-2025માં વધીને 1,63,925 સુધી પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા ફેબ્રુઆરીમાં 1,30,433 હતી, જે મેમાં 1,45,135 થઈ, એટલે કે 11.27%નો વધારો નોંધાયો. ઇન્ટરનેશનલ મુસાફરોની સંખ્યામાં તો વધુ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીમાં 15,487 ઇન્ટરનેશનલ મુસાફરો હતા, જે મેમાં 18,790 થયા, એટલે કે 21.3%નો વધારો થયો. આ આંકડાઓ સુરતથી થતી આંતરરાષ્ટ્રીય પ્રવાસીમાં વધતી રુચિ સૂચવે છે.

પેસેન્જર ટ્રાફિકની સાથે સાથે ફ્લાઇટ મૂવમેન્ટમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. ફેબ્રુઆરીથી મે વચ્ચે ફ્લાઇટ મૂવમેન્ટમાં કુલ 13.5%નો ઉછાળો નોંધાયો છે. ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે ફ્લાઇટ મૂવમેન્ટમાં 20.7%નો સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. એપ્રિલમાં થોડો ઘટાડો (1509) થયો હોવા છતાં, મેમાં 1514 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સ્થિરતા જોવા મળી છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સતત 1300થી વધુ રહી છે, જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ સરેરાશ 124 જેટલી રહી હતી, જે દર્શાવે છે કે એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ સક્રિય છે. જોકે, કાર્ગો મૂવમેન્ટમાં થોડો ઘટાડો નોંધાયો છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં ડોમેસ્ટિક કાર્ગો ટ્રાફિક 850 MTથી વધુ નોંધાયો હતો, જે ઉદ્યોગ અને વેપાર પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સૂચવે છે. પરંતુ, મે મહિનામાં કાર્ગો મૂવમેન્ટ ઘટીને 618 MT રહ્યો હતો. આ ઘટાડો લોજિસ્ટિક્સ ચક્રમાં ઘટાડો અથવા મોસમી અસર દર્શાવી શકે છે. નોંધનીય છે કે આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેશનલ કાર્ગો મૂવમેન્ટ શૂન્ય રહી હતી.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharincrease in domestic and international touristsLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSurat AirportTaja Samacharviral news
Advertisement
Next Article