હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાત સરકારના 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

06:07 PM Dec 16, 2024 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ  ગુજરાત સરકારે તેના છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરપતા  કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ કર્મચારીઓના પાંચ મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારની આ જાહેરાતનો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.

Advertisement

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે આ મોંઘવારી ભથ્થું જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2009 હેઠળના પગારધોરણ પ્રમાણે પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં 1 જુલાઈ 2024થી વધારો કર્યો છે.

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર-2024 માસથી 246 ટકા મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે સુચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ-2024થી નવેમ્બર 2024 માસ સુધીનું કુલ પાંચ મહિનાના તફાવતની રકમ ડિસેમ્બર મહિનાના પગાર સાથે (પેઈડ ઇન જાન્યુઆરી-2025) ચૂકવવાની રહેશે.

Advertisement

રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને 01-01-2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા) નિયમો 2016થી લાગુ પાડવામાં આવતા નવા પગાર ધારણો પર 01-01-2016થી મળવા પાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતોવખત વધારો મંજુર કરવામાં આવે છે. પરંતુ જે અધિકારીઓ-કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો 1016 અનુસારના પગાર ધોરણો લાગુ કરવામાં આવ્યા નથી અને ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા) નિયમો 2009 હેઠળના પગાર ધારણમાં પગાર મેળવે છે. તેવા કર્મચારીઓ અને પેન્શનરોના મનોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં 01-07-2024થી સુધારણા કરવા સરકારની વિચારણા હેઠળ હતી. તેને મંજુરી આપવામાં આવી છે

Advertisement
Tags :
6th Pay CommissionAajna SamacharBreaking News GujaratiemployeesGovernment of GujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharincrease in dearness allowanceLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article