For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્કની ભરતીમાં હવે ધો,12ને બદલે સ્નાતકની લઘુત્તમ લાયકાત રહેશે

05:36 PM Jan 01, 2025 IST | revoi editor
ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્કની ભરતીમાં હવે ધો 12ને બદલે સ્નાતકની લઘુત્તમ લાયકાત રહેશે
Advertisement
  • કારકૂનોની ભરતીમાં સરકારે 17 વર્ષ બાદ નિયમમાં ફેરફાર કરશે
  • ટેટ અને ટાટની જેમ કલાર્કની ભરતી માટે પરીક્ષા લેવાશે
  • એપ્રિલ 2025 બાદ શાળાઓમાં કલાર્કની ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં કારકૂનોની અનેક જગ્યાઓ ખાલી છે. જેથી શાળાઓના વહિવટી કામને અસર પડી રહી છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ પણ કારકૂનોની ભરતી કરવા શિક્ષણ મંત્રીને અગાઉ રજુઆત કરી હતી. સરકાર હવે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એટલે કે એપ્રીલ અથવા મે મહિનામાં ગ્રાન્ટેડ શાળાઓ માટે કલાર્કની ભરતી કરશે. જો કે સરકારે ભરતી પહેલા જ કલાર્કની ભરતી માટેની નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે.  જેમાં કલાર્કની ભરતીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12ને બદલે સ્નાતક રખાશે.

Advertisement

રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજય સરકાર દ્વારા 5100 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 17 વર્ષ પછી કલાર્કની ભરતી કરવા માટે નિયમો બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે શિક્ષણ વિભાગ કલાર્કની ભરતીના નિયમો તૈયાર કરી રહ્યું છે .આ નિયમોમાં મોટો ફેરફાર એવો આવી રહ્યો છે કે, અત્યાર સુધી ધો.12 પાસ કલાર્કની ભરતી માટે લાયકાત ધરાવતા હતા.હવે આ લાયકાતમાં ફેરફાર કરીને કલાર્કની લઘુતમ લાયકાત સ્નાતક કરવામાં આવશે. ઉપરાંત ટેટ-ટાટની જેમ ભરતી પરીક્ષા લેવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સચિવાલય કેડરમાં કલાર્કની ભરતી માટે લાયકાત ગ્રેજયુએટની કરવામાં આવી છે. જેના પગલે સ્કૂલોમાં પણ કલાર્કની ભરતીમાં લાયકાત સુધારવામાં આવી રહી છે. ભરતી નિયમમાં સુધારો કરાયા બાદ ત્રણ હજાર જેટલા કલાર્કની ભરતી કરવામાં આવશે. રાજયની 5100 જેટલી ગ્રાન્ટેડ શાળામાં વર્ષ 2007 પછી કલાર્કની ભરતી કરવામાં આવી નથી. આવા સંજોગોમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં બિન શૈક્ષણિક વર્ગ એટલે કે,કલાર્કની ભરતી ઠપ થઇ જતા ગ્રાન્ટેડ સ્કૂલોમાં અત્યારે વહીવટી પ્રક્રિયા કરવા માટે સહાયકોના આધારે કામગીરી કરવામાં આવી રહીં છે. હવે રાજય સરકારે કલાર્કની ભરતી કરવા માટે નિયમો બદલાવી રહીં છે. આ નિયમોમાં મુખ્યત્વે બેઝીક લાયકાત ધો. 12ને બદલે ગ્રેજયુએટની કરવામાં આવશે. ઉપરાંત કોમ્પ્યુટર લીટરસી પણ માગવામાં આવશે. આ સાથે ભરતી માટેની પરીક્ષા પણ આવશે. અત્યાર સુધી ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવતી હતી અને તેના આધારે મેરીટ યાદી તૈયાર કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement