હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

નવા વર્ષે સરકારે CNGના ભાવમાં કિલોએ દોઢ રૂપિયાનો વધારો કરી પ્રજાને ડામ આપ્યો

05:30 PM Jan 01, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાત ગેસ દ્વારા સીએનજીના વાહનચાલકોને પ્રતિ કિલો સીએનજીના ભાવમાં રૂપિયા દોઢનો વધારો કરીને નવા વર્ષની ભેટ આપી છે. ગુજરાત ગેસ દ્વારા છેલ્લા 6 મહિનામાં સીએનજીના ભાવમાં ચાર વખત વધારો કરાયો છે. નવો ભાવ આજથી અમલી બનતા વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે કારણ કે ગયા વર્ષે જ ત્રણ મહિનામાં સતત એક-એક રુપિયાનો વધારો આવ્યો ને નવા વર્ષે પણ ફરી દોઢ રુપિયા વધારવાની જાહેરાત થતા સીએનજી વાહનચાલકો પર ભારણ વધશે.

Advertisement

ગુજરાત ગેસ કંપનીએ  આજે 1 જાન્યુઆરીથી સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો લાગુ કરી દીધો છે. ગુજરાતમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કિલોદીઠ સીએનજીના ભાવમાં દોઢ રૂપિયા વધારો કરવામાં આવતા હવે 79.26 પર પહોંચી ગયો છે. ભાવવધારા પહેલા જૂનો ભાવ 77.27 રૂપિયા હતો. છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવવધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે. ગુજરાત ગેસના સીએનજી પંપની ફ્રેન્ચાઈઝી ધરાવતા ડીલરે કહ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા માત્ર 6 જ મહિનામાં ચોથી વખત ગેસના ભાવમાં વધારો કર્યો છે. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે.

સીએનજી સંચાલિત વાહનચાલકોના કહેવા મુજબ  ગુજરાત ગેસ કંપનીએ  જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં એક  રૂપિયો વધારો કર્યો હતો. ત્યારબાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ એક રૂપિયાનો ભાવવધારો કર્યો હતો અને છેલ્લે ડિસેમ્બરમાં દોઢ રૂપિયો વધારો કર્યો હતો. જોકે, આ વધારા બાદ પણ નવા વર્ષે ફરીથી દોઢ રુપિયાના ભાવવધારાની જાહેરાત કરતા વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે. સુરતમાં જ રિક્ષા-કાર મળી અંદાજે દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં રોજનો અંદાજે 3 લાખ કિલો CNGનો ઉપયોગ થાય છે. ભાવ વધારો થવાને કારણે CNG વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે.

Advertisement

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiCNG PriceGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharincreaseLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article