For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં સાળા-બનેવી બાઈકની ચોરી કરીને મધરાતે ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા

05:51 PM Apr 18, 2025 IST | revoi editor
સુરતમાં સાળા બનેવી બાઈકની ચોરી કરીને મધરાતે ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા
Advertisement
  • સાળા-બનેવીએ 7 જેટલા વાહનો ચોર્યા હતા
  • ચોરીના વાહનો લઈને ક્યાં ઘરફોડી કરવી છે તેની રેકી કરતા હતા
  • મહેસાણાના સાળા-બનેવી મોજશોખ કરવા સુરત આવ્યા હતા

સુરત: શહેરમાં ઘરફોડ ચોરીઓના બનાવો વધતા જતા હતા તેથી  ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરીને રિઢા ચોર સાળા-બનેવીને ઝડપી લીધા છે. સાળા-બનેવી પોતાના મોજશોખ માટે મહેસાણાથી સુરત આવ્યા બાદ સૌપ્રથમ બાઈકની ચોરી કરી બાઈક પર સવાર થઈને જુદા જુદા વિસ્તારોમાં જઈને રેકી કરતા હતા. ત્યારબાદ ઘરફોડી કરતા હતા.  પકડાયેલા સાળા-બનેવી પાસેથી એક સાત જેટલા વાહનચોરીના ગુના ઉકેલાયા છે.

Advertisement

શહેરના ઉમરા, અડાજણ, પાલ, રાંદેર સહિતના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હતી. આ ચોરીની ઘટનાઓને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ચોરીના ગુના ડિટેક્ટ કરવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે મહેસાણા ખાતે રહેતા અને મહેસાણાથી સુરત આવ્યા બાદ મોટરસાઇકલ ચોરી કરી અલગ અલગ વિસ્તારમાં ચોરી કરવા માટે ટેવાયેલા સાળા-બનેવીની એક ગેંગ સક્રિય થઈ છે અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઇન્ટ પાસે ભાડાના મકાનમાં રહે છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ડની ટીમ દ્વારા રોહિત ઉર્ફે મોડલ અશોક દેવીપૂજક જે મહેસાણાના ચાણસ્મા ગામનો વતની છે અને હાલ દિલ્હી ગેટ બ્રિજ નીચે રહેતો હતો અને તેના બનેવી હરેશ સુરેશભાઈ દેવીપૂજક કે જે રામજી ઓવારા ખાતે ફરી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે બંને આરોપીને ઝડપી પાડી તેમની પૂછપરછ શરૂ કરી હતી. બંને આરોપી થોડા સમય પહેલા જ મહેસાણાથી ચોરી કરવા માટે સુરત આવ્યા હતા અને સુરત આવ્યા બાદ સૌપ્રથમ તેઓ વાહન ચોરી કરતા હતા.  જે વાહનોની તેઓ ચોરી કરતા પછી તે વાહન દ્વારા ઘરફોડીને અંજામ આપતા હતા. બાદમાં આ ચોરીના વાહન તેઓ સંતાડી દેતા હતા. અલગ અલગ આ પ્રકારની ચોરી કર્યા બાદ વાહનો એકત્ર કરી આ વાહનો અન્ય રાજ્યમાં સસ્તા ભાવે વેચી દેવાતા હોવાથી વિગતો પોલીસને આપી હતી. જોકે પોલીસે પકડાયેલા બંને આરોપી ઉમરા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી અને સાત જેટલા વાહનોની ચોરીની કબુલાત કરતા પોલીસે આઠ જેટલા ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીમાં રોહિત ઉર્ફે મોડલ અશોક દેવીપૂજકના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 જેટલા ગુના સુરત ખાતે નોંધાયા છે અને બે વખત આરોપીને સજા પણ આપવામાં આવી છે. જોકે પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછમાં વધુ ચોરીના ગુના ઉકલે એવી શક્યતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement