હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા કરોડો રૂપિયા ખર્ચાયા છતાંયે સ્થિતિ ઠેરની ઠેર

06:00 PM Jan 01, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરમાં દિલ્હીની જેમ પ્રદૂષણ વધતું જાય છે. પ્રદૂષણ વધવાના કારણોમાં ઉદ્યોગો અને વાહનોમાંથી નીકળતો ધૂમાડો, તેમજ  કોક્રિંટના જેગલોની જેમ બનતા નવા બિલ્ડિંગો અને શહેરમાં ઘટકી જતી ગ્રીનરીનો સમાવેશ થાય છે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રૂ. 425.83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાં શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. પિરાણા ડમ્પસાઇટ ઉપરાંત રખિયાલ, સરદાર પટેલ સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય ઉપર ખતરો વધી રહ્યો છે. પિરાણા ખાતે 26 ડિસેમ્બરે એર ક્વોલિટી ઇન્ડેકસ 320 નોંધાયો હતો. રખિયાલમાં 28 ડિસેમ્બરે AQI 211 તથા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 27 ડિસેમ્બરે 276 એર ક્વોલિટી ઇન્ડેકસ નોંધાવામાં આવ્યો હતો.

Advertisement

અમદાવાદ મ્યુનિના સૂત્રોના જણાવ્યા મુજબ એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સરકાર તરફથી એએમસીને વર્ષ-2020થી 2025 સુધીના પાંચ વર્ષના સમયમાં આપવામાં આવેલી રૂપિયા 425.83 કરોડની ગ્રાન્ટ પૈકી સૌથી વઘુ રૂપિયા 252.71 કરોડ રોડની કામગીરી પાછળ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવી છે. પાંચ વર્ષમાં આટલી મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ મ્યુનિ. તંત્રના ઇજનેર વિભાગની બેદરકારી અને યોગ્ય સુપરવિઝનના અભાવે વહેલી સવાર અને સાંજના સમયે શહેરના પિરાણા ઉપરાંત ગોતા સહિતના મ્યુનિ. હદમાં સમાવવામાં આવેલા વિસ્તારોમાં ઘૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે. શહેરના રખિયાલ ઉપરાંત રાયખડ જેવા વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિને લઈ હવાના પ્રદૂષણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એર ક્વોલિટી ઇન્ડેકસને લઈ મળેલી માહિતી મુજબ 23થી 29 ડિસેમ્બર 2024 સુધીના સાત દિવસ દરમિયાન શહેરના 10 વિસ્તારમાં 100થી ઉપર એર ક્વોલિટી ઇન્ડેકસ નોંધાવા પામ્યો હતો.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના જે વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધતું હોય તેવા વિસ્તારોમાં મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરવાનો થોડા સમય પહેલા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય પછી મ્યુનિ. તંત્રએ જે તે વિસ્તારના લોકોના વિરોધ કે અન્ય કારણથી મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરવાનું બંધ કરી દીઘું છે. એર ક્વોલિટી કંટ્રોલ અંતર્ગત પાંચ વર્ષમાં મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ કોઈ સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા નથી.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatespollutionPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article