For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજુલાના કોવાયા ગામે સિંહે રાત્રે એક ઘરમાં ઘૂંસીને રસોડામાં આરામ ફરમાવ્યો

06:37 PM Apr 02, 2025 IST | revoi editor
રાજુલાના કોવાયા ગામે સિંહે રાત્રે એક ઘરમાં ઘૂંસીને રસોડામાં આરામ ફરમાવ્યો
Advertisement
  • ઘરના સભ્યો જાગી જતા ગામલોકોને જાણ કરી
  • સિંહને છંછેડ્યા વિના જ ઘરની બહાર ખદેડ્યો
  • સિંહ માલ-ઢોરનું મારણ કર્યા વિના જંગલના રસ્તે પરત ફર્યો

અમરેલીઃ જિલ્લામાં વનરાજોની વસતી વધતી જાય છે. રાતના સમયે શિકારની શોધમાં સિંહ ગાંમડાઓમાં પણ ઘૂંસી જતા હોય છે. ત્યારે રાજુલા તાલુકાના કોવાયા ગામે મધરાત બાદ એક સિંહ એક ઘરમાં ઘૂંસી ગયો હતો. અને રસોડામાં જઈને બેસીને આરામ ફરમાવ્યો હતો. આથી ઘરના સભ્યો ભરઊંઘમાંથી જાગી જતા સિંહને કોઈ ખલેલ પહોંચે નહીં તે રીતે ગામના લોલોને જાણ કરતા ગામનો લોકો એકઠા થયા હતા. અને સિંહને છંછેડ્યા વિના ત્યાંથી ખદેડવામાં આવ્યો હતો. સિંહ બિન્દાસ્તથી ઘરની બહાર નિકળીને ચાલતા જંગલ તરફ જતા ગ્રામજનોએ હાશકારો અનુભ્વયો હતો.

Advertisement

જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં એક સિંહ રસોડાની મહેમાનગતિ માણી હોવાની વિગતો સામે આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગત રાત્રીના સમયે એક સિંહ અચાનક જંગલ વિસ્તારમાંથી કોવાયા ગામના રહેણાંક મકાનના રસોડામાં આવી ચડ્યો હતો. અને રસોડામાં બેસીને આરામ ફરમાવ્યો હતો. સિંહનું ઘરમાં પ્રવેશ કરવાથી લઈને પરત જંગલ વિસ્તારમાં જવા સુધીના સમયમાં કોઈપણ વ્યક્તિ કે પશુને ઈજા થવા પામી ન હતી. ગામ લોકોએ સાથે મળીને સિંહને ઘરની બહાર કાઢવામાં સફળતા મળી હતી.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં ગત રાત્રિના સમયે એક પુખ્ત નર સિંહ રહેણાંક મકાનના રસોડામાં આવી ચડ્યો હતો. સિંહ રસોડામાં આવી ચડ્યાની જાણ ઘર માલીકને થતા પ્રથમ તો તમામ લોકો ખૂબ જ ચિંતા અને ભયમાં મુકાઈ ગયા હતા, પરંતુ જે રીતે જંગલના રાજા સિંહ રસોડામાં મહેમાનગતિ માણતા હોય તે પ્રકારે આરામ ફરમાવતા જોવા મળતા લોકોના જીવનમાં પણ થોડો જીવ આપ્યો હતો ત્યારબાદ ઘટનાની જાણ ગામ લોકોને થતા આડોશ પાડોશમાં રહેતા લોકોએ સિંહને પ્રથમ રસોડા અને ત્યારબાદ ઘરની બહાર કાઢીને પરત જંગલ વિસ્તારમાં ખસેડ્યો હતો સિંહના ઘરમાં આવવાથી લઈને પરત જંગલ વિસ્તારમાં જવા સુધીના સમય દરમિયાન કોઈપણ પશુ કે અન્ય વ્યક્તિને દ્વારા કોઈ પણ પ્રકારની સામાન્ય ઇજાઓ પહોંચાડવામાં આવી ન હતી

Advertisement

કોવાયા ગામના હમીરભાઈ લાખણોત્રાએ જણાવ્યું હતું કે, પ્રથમ તો સિંહ ઘરમાં આવી ગયાની જાણ થતાં જ ઘરમાં સૌ હેબતાઈ ગયા હતા. પરંતુ સિંહ એકદમ શાંતિથી ઘરના રસોડામાં બેસી જતા થોડી નિરાંત લીધી હતી. ત્યારબાદ આડોસ-પાડોશના લોકોને પણ સિંહ ઘરમાં આવી ચડ્યો છે તે અંગેની વાતની જાણ થતાં તેઓ પણ આવી ગયા હતા અને સાથે મળીને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર સિંહને ઘરની બહાર જવા માટેનો રસ્તો કરી આપ્યો હતો અને સિંહ જે જગ્યા પરથી ઘરમાં આવ્યો હતો તે જગ્યા પરથી જ પરત જંગલ વિસ્તારમાં ફર્યો હતો.

Advertisement
Tags :
Advertisement