For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના માધાપર ગામે આખલાંએ વૃદ્ધને શીંગડે ભરાવી 5 ફુટ ઉછાળ્યા

06:38 PM Feb 17, 2025 IST | revoi editor
કચ્છના માધાપર ગામે આખલાંએ વૃદ્ધને શીંગડે ભરાવી 5 ફુટ ઉછાળ્યા
Advertisement
  • રખડતા આખલાને લાકડી વડે હાંકવાનો પ્રયાસ કરતા બન્યો બનાવ
  • વૃદ્ધને કમરના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
  • ગોંડલમાં પણ આખલાએ યુવાન પાછળ દોડીને બે જણાને અડફેટે લીધા

ભૂજઃ કચ્છના તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર નજીક આવેલા માધાપર ગામમાં રખડતા આંખલાએ એક વૃદ્ધ પર હુમલો કર્યો હતો. સરસ્વતી શાળા નજીકના રહેણાક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 66 વર્ષીય સામજી પ્રેમજી હીરાણી ગંભીર રીતે ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

કચ્છમાં રખડતાં ઢોરનો ત્રાસ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ગામની ગલીઓથી માંડીને શહેરની શેરીઓમાં રખડતાં પશુઓને કારણે વારંવાર નાગરિકોને ઈજાઓ સહન કરવી પડે છે. ત્યારે વધુ એક ગંભીર ઘટના ભુજમાં સામે આવી છે, જ્યાં આખલાએ વૃદ્ધને શિંગડે ભરવીને અંદાજિત પાંચ ફૂટ સુધી ઉછાળ્યા છે. હાલ વૃદ્ધની હાલત ગંભીર છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  ભુજ નજીક આવેલા પટેલ ચોવીસીના માધાપર ગામમાં રખડતા આંખલાએ એક વૃદ્ધ પર હુમલો કર્યો હતો. સરસ્વતી શાળા નજીકના રહેણાક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 66 વર્ષીય સામજી પ્રેમજી હીરાણીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. રામજી હીરાણી ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી આવેલા આંખલાને તેમણે લાકડી વડે દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આક્રમક બનેલા આંખલાએ તેમના પર હુમલો કરી, શિંગડાથી ભેટી મારીને હવામાં ફંગોળી દીધા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હુમલામાં વૃદ્ધને કમરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે માંધાપર નવા વાસના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. સમગ્ર કચ્છમાં રખડતા ઢોરોના કારણે વારંવાર નાગરિકોને ઈજાઓ સહન કરવી પડે છે, અને કેટલાક કિસ્સાઓમાં જીવ પણ ગુમાવવો પડે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે રખડતા ઢોરને પકડવાની કામગીરી વેગવંતી બનાવવાની માંગ કરી છે.

Advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ તાજેતરમાં આવો બનાવ બન્યો હતો.. શહેરની એમ.બી.આર્ટ્સ કોલેજ નજીક એક આખલાએ યુવાન પર હુમલો કર્યો હતો. જે ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં આખલો યુવાનની પાછળ દોડતો જોવા મળે છે. આ હુમલામાં આખલાએ બે લોકોને હડફેટે લીધા હતા. એટલું જ નહીં, એક ખાણી-પીણીની રેકડી સાથે પણ અથડાતા તેને નુકસાન પહોંચ્યું હતું.

Advertisement
Tags :
Advertisement