મહેસાણાના લીચ ગામે ઘાળા દ’હાડે ઘરમાં ઘૂંસીને રિવાલ્વરની અણિએ 6.50 લાખની લૂંટ
- ચાર લૂંટારા શખસો વિઝા એજન્ટની ઓળખ આપી ઘરમાં ધૂસ્યા હતા,
- દીકરાને કેનેડા જવાનું હોવાથી વિઝા એજન્ટને ઘરમાં પ્રવેશ આપ્યા,
- લૂંટારૂ શખસોને પકડવા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી
મહેસાણા: જિલ્લાના લીચ ગામની ખોડિયાર સોસાયટીમાં ધોળા દહાડે રિવોલ્વરની અણીએ 6.50 લાખની લૂંટનો બનાવ બનતા ચકચાર બની ગઈ છે. ચાર લૂંટારૂ શખ્સોએ રિવોલ્વરની અણીએ ધાક બતાવીને એક ઘરમાંથી 6.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારૂ શખસો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. લૂંટારૂ શખસો વિઝા એજન્ટ હોવાની ઓળખ આપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં હાજર મહિલાએ પોતાના દીકરાને કેનેડા જવાનું હોવાથી વિઝા મેળવવાની લાલચે લૂંટારૂ શખસોને ઘરમાં પ્રવેશ આપ્યો હતો.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. હાલ પોલીસે આ લૂંટારુઓને ઝડપી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી છે.
મહેસાણા તાલુકાના લિંચ ગામમાં એક દિલધડક લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ચાર અજાણ્યા શખ્સોએ રિવોલ્વરની અણીએ એક મહિલાના ઘરેથી અંદાજે 6.50 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ મહિલાના પુત્રને કેનેડા મોકલવાના બહાને એજન્ટ બનીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તે દરમિયાન મહિલા ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. મહેસાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે. પોલીસ દ્વારા લૂંટારૂઓને પકડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓ વિશે કોઈ સુરાગ મળી શકે.
CCTVમાં સમગ્ર લૂંટની ઘટના કેદ થઈ હતી. જેમાં બે લોકો ઘરની બહારનો દરવાજો ખોલીને ઘરની ઉપર આવેલા માળ પર ચોરીછુપી ઉપર ચડ્યા હતા. જે બાદ એક વ્યક્તિ સીડી પાસે ઉભો રહે છે અને અન્ય વ્યક્તિ પહેલા માળે આવેલા રૂમના દરવાજા તરફ આગળ વધે છે. જે બાદ રૂમ પાસે ઉભેલો વ્યક્તિ હાથમાંથી કડુ કાઢીને કાચ તોડી નાખે છે. તે દરમિયાન અંદરથી પણ અવાજ આવે છે. જે સાંભળી ઘરની નીચેના માળેથી એક મહિલા દોડતી બહાર આવે છે. જેને જોઈને રૂમ પાસે ઉભેલો વ્યક્તિ હાથ રહેલી રિવોલ્વર મહિલાને દેખાડે છે. જેથી મહિલા ભાગીને બહાર નીકળી જાય છે. જે દરમિયાન રૂમના પહેલા માળે અંદરથી બે વ્યક્તિઓ બહાર નીકળે છે અને ત્રણેય લોકો અને સીડી પાસે ઉભેલો વ્યક્તિ એમ ચારેય લોકો બહાર પાર્ક કરેલી કાળા કલરની કારમાં બેસની ફરાર થઈ જાય છે.