For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ખેડામાં વર-કન્યા પક્ષમાં ડીજે વગાડવા હરિફાઈ થતાં સર્જાયો શોરબકોર, 4ની ધરપકડ

05:44 PM Jan 28, 2025 IST | revoi editor
ખેડામાં વર કન્યા પક્ષમાં ડીજે વગાડવા હરિફાઈ થતાં સર્જાયો શોરબકોર  4ની ધરપકડ
Advertisement
  • બે DJ ગૃપ વચ્ચે જોરશોરથી વગાડવાની હરિફાઈ
  • સ્થાનિક લોકોએ ઘોંઘાટ ભર્યા અવાજથી કંટાળીને પોલીસને જાણ કરી
  • પોલીસે બન્ને DJ સંચાલકો સામે ગુનો નોંધ્યો

નડિયાદઃ મધ્ય ગુજરાતમાં હાલ લગ્નોની મોસમ ચાલી રહી છે. ત્યારે ખેડા કેમ્પમાં જાન આવી હતી. જ્યા કન્યાપક્ષ અને વરપક્ષ બન્ને વચ્ચે ડીજે વગાડવા હરિફાઈ થઈ હતી. અને બન્ને પક્ષોએ તેના ડીજે સંચાલકોને જોરથી ડીજે વગાડવાનું ફરમાન કરાયું હતું. તેથી કામ ફાડી નાંખે એવા અવાજમાં સામસામે ડીજે વાગવા લાગ્યા હતા. આથી સતત ઘોંઘાટથી સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને ડીજેના બન્ને સંચાલકો સહિત 4 શખસોની ધરપકડ કરીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

Advertisement

ખેડામાં લગ્ન પ્રસંગે બે DJ વચ્ચે હરીફાઈ જામી હતી. જેમાં વર પક્ષ અને કન્યા પક્ષના DJ વચ્ચે સામૈયા દરમિયાન કોની સિસ્ટમ ચડિયાતી છે તે સાબિત કરવા હરીફાઈ થઈ હતી. બંને DJએ ધ્રુજાવી દેતા ઉંચા અવાજે સ્પીકર વગાડતાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યુ હતુ. સ્થાનિકો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બંને DJના માલિક અને ઓપરેટર વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા કેમ્પ પાસે એક સ્થાનિકના પુત્રીનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. સામૈયા દરમિયાન વર પક્ષ અને કન્યા પક્ષના ડીજે આમને સામને આવી ગયા હતા. કોની સિસ્ટમ ચડિયાતી છે તે સાબિત કરવા હરીફાઈ થઈ હતી. જ્યાં બે હજાર જેટલા લોકોનું ટોળું ભેગુ થયું હતું. બંને ડીજેના વાહનો પર લોકોના ટોળાં લટક્યા હતા. હકિફાઈ જામતા બંને ડીજેએ ધ્રુજાવી દેતા ઉંચા અવાજે સ્પીકર વગાડતાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યુ હતુ. જેને લઈ સ્થાનિકો દ્વારા 100 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી. બેફામ બની ઉંચા અવાજે ડીજે સિસ્ટમ વગાડતા બંને ડીજેના માલિક અને ઓપરેટર વિરૂદ્ધ ખેડા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે બન્નેની  ડીજે સિસ્ટમ જપ્ત કરી બંને ડીજેના માલિક અને ઓપરેટરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. લગ્ન પ્રસંગે વરઘોડામાં ડીજે વગાડવા બાબતે પરવાનગી લેવી જરૂરી છે. જેમાં વર પક્ષ કે કન્યા પક્ષના લોકોએ ડીજેની પરમિશન અને એની સમય મર્યાદા એનો રૂટ બધી વિગતો આપવી પડે છે. આ બાબતે કાયદાકીય પ્રોસીજર અનુસર્યા બાદ જ ડીજેની પરવાનગી આપવામાં આવતી હોય છે.

Advertisement

આ બાબતે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના સૂત્રોએ  જણાવ્યું હતું કે, ખેડા કેમ્પ ખાતે ડીજે મોટા અવાજે વાગી રહ્યું છે તે બાબતે 100 નંબરનો કોલ મળતા તાત્કાલિક પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ખુમરવાડનું એસ.કે ડીજે અને ટુંડેલ ગામનું વી.આર ડીજે જે મોટા અવાજે લગ્ન પ્રસંગે વગાડતા હતા. તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને ડીજે, બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement