કલોલમાં દિવાળીની ઘરાકીના ટાણે જ GSTના અધિકારીઓએ પાડ્યા દરોડા
- કલોકના વેપારીઓ જથ્થાબંધ ખરીદીમાં જીએસટીની ચોરી કરતા હતા,
- બિલો વિના માલ વેચવામાં અમદાવાદ અને મુંબઈના વેપારીઓની પણ સંડોવણી,
- વેપારીઓમાં જીએસટી વિભાગ સામે નારાજગી
ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં ઘણા વેપારીઓ જથ્થાબંધ માલની ખરીદી જીએસટી બિલ વિના જ કરતા હોય છે. તેમજ વેપારીઓ છુટક માલનું વેચાણ પણ જીએસટી વિના જ કરતા હોય છે. કારણ કે ગ્રાહકોમાં પણ જીએસટી સાથેના બિલ લેવાની જાગૃતતા જોવા મળતી નથી. તેમજ વેપારીઓ જ કહે છે કે જો જીએસટી સાથેનું બિલ જોઈતું હોયતો વધારે પૈસા આપવા પડશે આથી ગ્રાહકો જીએસટી સાથેનું બિલ લેવાનો આગ્રહ રાખતા નથી. કલોલમાં ઘણા વેપારીઓએ અમદાવાદ મુંબઇ સુરત સહિતના શહેરોમાંથી કાપડ તેમજ અન્ય મટીરીયલ મોટાપાયે ખરીદી કરી છે, પરંતુ આ માલ પર કાયદેયસર GST નંબરવાળા બીલો સાથે ખરીદી નહીં કરી GSTની મોટા પાયે ચોરી કરવામાં આવતી હોવાની બાતમી GST અધિકારીઓએ મળી હતી. આ બાતમીના આધારે GST અધિકારીઓએ દ્વારા કલોલ શહરેમાં કાપડના મોટા શો રૂમ અને દુકાનો ધરાવતા વેપારીઓ ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. GSTના કાયદાનો ભંગ કરી મોટા પ્રમાણમાં GST વગરના બિલોવાળો માલ ખરીદી તેમજ વેચાણ કરી GST ચોરી કરવામાં આવતી હોય આ વેપારીઓ પકડી તેમની સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
કલોલના બજારમાં વેપારીઓ દ્વારા કાપડ તેમજ કાપડની બનાવટની વસ્તુઓ તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ GST કાયદાઓ ભંગ કરી કરવામાં આવતું હોવાથી જીએસટી વિભાગને બાતમી મળી હતી.. આથી આવા વેપારીઓ સામે GST અધિકારીઓ દ્વારા કડક હાથે તપાસ હાથ ધરવામાં આવી છે. કલોલના બજારમાં મોટા પાયે વેચાણ કરવામાં આવતા માલ અમદાવાદ સહિતના બજારોમાંથી લાવવામાં આવ્યો છે તે માલના બિલો GST સાથે બનાવવામાં આવ્યા છે કે નહી તેની GST ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કલોલના બજારમાં આવેલી કાપડ સહિતની દુકાનનો પર GST અધિકારીઓ દરોડા પાડ્યા હતા જેના કારણે GST ચોરી કરી માલ લાવનારા અને માલનું વેચાણ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. દુકાનના સંચાલક દ્વારા જીએસટી વાળા બિલ બનાવવામાં આવતા ન હોવાથી જીએસટી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કલોલમાં કેટલા વેપારીઓ ત્યાં GST દરોડા પાડવામાં આવ્યા છે કેટલો માલ GST બિલ વગરનો વેચાણ માટે બજારમાં છે તેનો ખુલાસો કરવામાં આવશે. અધિકારી દ્વારા બજારમાં દિવાળી તહેવારો સમય દરોડા પડતાં વેપારીને દિવાળી ધંધો બગડવાની ચિતા સતાવી રહી છે. કારણ કે જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી દુકાનો શો રૂમના ધંધા બંધ રાખવો પડે છે.