For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાયલાના ઈશ્વરિયામાં લોકોએ વીજ ચેકિંગમાં આવેલા PGVCLના કર્મીઓ પાસે આઈકાર્ડ માગતા બબાલ

05:54 PM Nov 09, 2025 IST | Vinayak Barot
સાયલાના ઈશ્વરિયામાં લોકોએ વીજ ચેકિંગમાં આવેલા pgvclના  કર્મીઓ પાસે આઈકાર્ડ માગતા બબાલ
Advertisement
  • ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો,
  • PGVCLના અધિકારીઓ જે વાહનમાં આવ્યા હતા તેની નંબર પ્લેટ પણ નહોતી,
  • ગ્રામજનોએ વીજ ચેકિંગ અટકાવતા અધિકારીઓને પરત ફરવાની ફરજ પડી,

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વીજ લાઈન લોસ વધતો જતા અને વીજચોરીની ફરિયાદો વધતા પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં પીજીવીસીએલના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના વીજ ચેકિંગ દરમિયાન બની હતી, જેમાં ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો.

Advertisement

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, સાયલા તલુકાના ઈશ્વરિયા ગામે પીજીવીસીએલના કર્મચારીઓ વીજ ચેકિંગ માટે આવ્યા હતા. અને ઘેર ઘેર ફરીને વીજ ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે ગ્રામજનોએ ભેગા થઈને વીજ કર્મચારીઓ પાસે ઓળખપત્ર ( આઈકાર્ડ) માગ્યુ હતુ. પણ કર્મચારીઓ આઈકાર્ડ ન બતાવી શકતા ગ્રામજનોએ ચેકિંગ કરવાની ના પાડી હતી. પીજીવીસીએલના કર્મચારીઓ પાસે ઓળખકાર્ડ નહોતા. આ ઉપરાંત, તેઓ જે વાહનમાં આવ્યા હતા તેની નંબર પ્લેટ પણ નહોતી. આ કારણોસર ગ્રામજનોએ વીજ ચેકિંગ અટકાવ્યું હતું.

ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કર્મચારીઓ ગેરકાયદેસર રીતે લોકોના ઘરોમાં પ્રવેશ કરી રહ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ગ્રામજનોએ અગાઉ પણ પીજીવીસીએલ સંબંધિત અનેક અરજીઓ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં પીજીવીસીએલનો ડ્રાઈવર પણ ગ્રામજનો સાથે દાદાગીરી કરતો જોવા મળે છે.

Advertisement

આ અંગે મુળી પીજીવીસીએલના ઈજનેર વિજયભાઈ સાપરાએ જણાવ્યું કે, તેઓ ઈશ્વરીયા ગામે ચેકિંગમાં ગયા હતા ત્યારે ટોળું ભેગું થઈ ગયું હતું અને તેમને ચેકિંગ કરવા દીધું નહોતું. આથી તેઓ વગર ચેકિંગે પરત આવી ગયા હતા અને આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.

Advertisement
Tags :
Advertisement