હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરાશે

06:30 PM Jan 23, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરોના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહ યોજાશે.

Advertisement

રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા મથકોએ મંત્રીઓ અને કલેકટરો દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાશે. જેમાં કેબિનેટ મંત્રીઓમાં કનુભાઈ દેસાઈ - વલસાડ (વાપી) ખાતે,  ઋષિકેશ પટેલ - બનાસકાંઠા (અંબાજી) ખાતે, રાઘવજીભાઈ પટેલ - રાજકોટ (કોટડા સાંગાણી) ખાતે,  બળવંતસિંહ રાજપૂત - મહેસાણા (પાંચોટ) ખાતે,  કુંવરજીભાઈ બાવળિયા - બોટાદ (બરવાળા) ખાતે, મુળુભાઈ બેરા - જામનગર (શહેર) ખાતે, ડૉ. કુબેરભાઈ ડીંડોર - ભાવનગર (શિહોર) ખાતે અને શ્રીમતી ભાનુબેન બાબરિયા - અમદાવાદ (ધંધુકા) ધ્વજ વંદન કરશે.

આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓના હસ્તે ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાશે. જેમાં  હર્ષ સંઘવી - ગાંધીનગર (શહેર), જગદીશ વિશ્વકર્મા - ખેડા (કપડવંજ), પરશોત્તમભાઈ સોલંકી - ગીર સોમનાથ (ઉના), બચુભાઈ ખાબડ - દાહોદ (સિંઘવડ), મુકેશભાઈ પટેલ - નવસારી (જલાલપોર), પ્રફુલ પાનશેરીયા - સુરત (ઉમરપાડા), ભીખુસિંહજી પરમાર - છોટા ઉદેપુર (જેતપુર પાવી) અને કુંવરજીભાઈ હળપતિ - ભરૂચ (શહેર) ખાતે ધ્વજ વંદન કરશે. તેમજ સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

Advertisement

 

Advertisement
Tags :
26th January Republic DayAajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharState level celebrations in TapiTaja Samacharviral news
Advertisement
Next Article