For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, સરકારે કર્યો નિર્ણય

04:34 PM Oct 14, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે  સરકારે કર્યો નિર્ણય
Advertisement
  • વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ,
  • નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી,
  • સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન ફરજિયાત

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી છે. મહાનગરોથી લઈને તમામ શહેરો અને ગામડાંઓમાં રાત્રે 8:00થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે સૂચના આપી છે.

Advertisement

ગુજરાતમાં દિવાળી તહેવારને પગલે ફટાકડા ફોડવા અંગે રાજ્ય સરકારે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો અનુસાર આ વર્ષે રાજ્યમાં ફટાકડા ફોડવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો ચેતાવણીભર્યો સંદેશ પણ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરતા ફટાકડાઓ, જેમ કે બોમ્બ, રૉકેટ અથવા હાઈ સાઉન્ડવાળા ફટાકડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. માત્ર લીલા (Green) ફટાકડાઓ જ મંજૂર છે, જે ઓછું પ્રદૂષણ કરે છે. નિયમોનું ઉલ્લંઘન થવા પર ફટાકડાઓ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

સૂત્રોના કહેવા મુજબ  સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલાં ધોરણોનું પાલન દરેક રાજ્ય માટે ફરજિયાત છે. હવા અને ધ્વનિ પ્રદૂષણમાં સતત વધારો થતો જાય છે, ખાસ કરીને તહેવારોના સમયગાળામાં, જેના કારણે આરોગ્ય પર ગંભીર અસર થતી હોવાના આધારે આ પગલાં લેવામાં આવ્યા છે.

Advertisement

રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ અને નગરપાલિકાઓને માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. નિયમોનો ભંગ થવા પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને દંડાત્મક પગલાં લેવા પણ સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. સાથે નાગરિકોને પણ અપીલ કરી છે કે દિવાળીના પર્વને હર્ષોલ્લાસથી ઊજવે પણ  સાથે સાથે પર્યાવરણ અને અન્ય નાગરિકોની સુખાકારીનું ધ્યાન રાખે. સમયમર્યાદા અને નિયમોનું પાલન કરીને પર્યાવરણપ્રેમીને દિવાળી ઊજવવાની અપીલ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement