For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ધો. 9થી 12ના 5097 વિદ્યાર્થીઓને વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ મળશે

05:31 PM Jan 02, 2025 IST | revoi editor
ગુજરાતમાં ધો  9થી 12ના 5097 વિદ્યાર્થીઓને વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ મળશે
Advertisement
  • નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ 11મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે,
  • NMMSની પરીક્ષા તારીખ 16 ફેબ્રુઆરીએ લેવાશે,
  • મેરિટના આધારે 5097 વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારના તેજસ્વી બાળકોને સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાંમ ધોરણ 9થી 12ના 5097 વિદ્યાર્થીઓને વર્ષે 12000ની શિષ્યવૃતિ આપવામાં આવશે. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપઆઉટનો દર ઘટે તે હેતુથી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ (NMMS)નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જ આ પરીક્ષા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં પરીક્ષાના આવેદનપત્રો તારીખ 1થી 11 જાન્યુઆરી દરમિયાન www.sebexam.org વેબસાઈટ પર ભરવાના રહેશે. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 1થી 13 જાન્યુઆરી સુધીનો રખાયો છે. NMMSની પરીક્ષા તારીખ 16 ફેબ્રુઆરીએ લેવાશે.

Advertisement

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના ગરીબ પરિવારોના તેજસ્વી બાળકોને સરકાર દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવે છે, શિષ્યવૃતિ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે, અને પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને વર્ષે રૂપિયા 12000ની શિષ્યવૃતિ આપવામાં આવે છે. ક્વૉલિફાઇંગ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર–કેટેગરીવાર નક્કી થયેલા ક્વૉટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામાં આવે છે. આ સ્કોલરશિપ પરીક્ષામાં પાસ કરનાર વિદ્યાર્થીને ધો.9થી 12 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા મળે છે ચાર વર્ષમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 48000 સરકાર દ્વારા આપવામાં આવે છે. NMMS પરીક્ષા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી લેવાય છે. રાજ્યનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીનો છે એટલે કે મેરિટના આધારે 5097 વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-8માં સરકારી પ્રાથમિક શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થી NMMSની પરીક્ષા આપી શકશે. (File photo)

Advertisement
Advertisement
Tags :
Advertisement