For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશનએ લાલ આંખ કરતા ફટાફટ 11 કરોડનો બાકી વેરો જમા થયો

05:37 PM Dec 27, 2024 IST | revoi editor
ગાંધીનગરમાં મ્યુનિ કોર્પોરેશનએ લાલ આંખ કરતા ફટાફટ 11 કરોડનો બાકી વેરો જમા થયો
Advertisement
  • મ્યુનિ.કોર્પોરેશનએ 39 મિલ્કતો સીલ કરી,
  • મ્યુનિ.ને 9 મહિનામાં પ્રોપર્ટી ટેક્સપેટે 64.14 કરોડની આવક થઈ,
  • શહેરના 40 ટકા નાગરિકો ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરે છે

ગાંધીનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માર્ચ પહેલા બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટેની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. મ્યુનિ.ના સત્તાધિશોએ એક લાખથી વધુ રકમનો વેરો બાકી હોય એવા પ્રોપર્ટીધારકો સામે લાલ આંખ કરતા અને 639 બાકીદારોને પ્રથમ અને આખરી નોટિસ આપ્યા બાદ નાગરિકોએ ફટાફટ બાકી વેરો ભરી દેતા મ્યુનિને રૂપિયા 11 કરોડની આવક થઈ છે. આખરી નોટીસ બાદ પણ મિલકત વેરાની ભરપાઇ કરી ન હોય તેવા 38 મિલકતધારકો સામે જપ્તી વોરંટ ઇસ્યૂ કરી મિલકતો સીલ કરાઈ આવી છે.

Advertisement

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના  મિલકતવેરા વિભાગે મિલકતવેરાની 75 ટકાથી વધુ વસૂલાત થતા બાકીના 25 ટકા બાકીદારો પાસેથી વસૂલાત માટે નોટિસ આપી સિલિંગ અને ટાંચ જપ્તીની કાર્યવાહી શરૂ કરી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 1.11 લાખ મિલકતધારકો દ્વારા 64.14 કરોડ રૂપિયાનો મિલકત વેરો ભરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષથી મિલકતવેરાનું નવું સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે જેમાં ઓનલાઈન મિલકત વેરો ભરી શકાતો હોવાથી વસૂલાતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેમજ મિલકતવેરાની તમામ પ્રકારની અરજીઓ પણ ઓનલાઇન માધ્યમથી નવીન સોફ્ટવેરમાં સ્વીકારવામાં આવે છે. મિલકત વેરાની કુલ વસૂલાતના 40 ટકા ઓનલાઇન વેરો ભરાયો છે. 55143 મિલકતધારકોએ 25.79 કરોડનો વેરો ઓનલાઇન ભર્યો છે. જ્યારે 56769 મિલકતધારકોએ 38.35 કરોડનો મિલકત વેરો ઓફલાઇન ભર્યો છે.

સૂત્રોના કહેવા મુજબ  ગત વર્ષે વેરાના બિલો પહોંચાડવાથી લઇને સર્વર ડાઉન હોવા સહિતના ધાંધિયાને કારણે ગાંધીનગર મ્યુનિને મિલકત વેરાની વસૂલાતમાં ઘણો નબળો પ્રતિસાદ મળ્યો હતો. જેના પગલે તમામ ખામી દૂર કરીને નવું સોફ્ટવેર તૈયાર કરીને ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી જ અમલમાં મૂકવામાં આવ્યું હતું. પરિણામે અત્યાર સુધીની સૌથી વધુ વસૂલાત થઇ શકી છે. નાગરિકોને મિલકત વેરાના બિલો વોટ્સએપ પર જ મળી જાય અને તેના પર લિંકથી જ સીધું યુપીઆઇ મારફતે પેમેન્ટ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા અને નાગરિકોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ચેટબોટની વ્યવસ્થા કરવામાં આવતા આગામી નાણાકીય વર્ષમાં શરૂઆતના મહિનાઓમાં જ માતબર આવક થવાનો અંદાજ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement