For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં હોર્ડિગ્સની નવી પોલીસી અમલી બનતા જુના 325 બેનરો હટાવાયાં

05:42 PM Dec 04, 2024 IST | revoi editor
ગાંધીનગરમાં હોર્ડિગ્સની નવી પોલીસી અમલી બનતા જુના 325 બેનરો હટાવાયાં
Advertisement
  • શહેરમાં હવે તમામ સ્થળોએ એક સરખા હોર્ડિંગ્સ-બેનરો લાગશે,
  • હોર્ડિંગ્સને લીધે મ્યુનિ.કોર્પોરેશનને 38 કરોડની આવક થશે,
  • મંજુરી વિના હોર્ડિંગ લગાવાશે તો ગુનો ગણાશે

ગાંધીનગરઃ શહેરમાં આડેધડ હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવતા હતા. અને તે અંગેની કોઈ પોલીસી ન હોવાને લીધે ગમે તે માપ કે સાઈઝના હોર્ડિંગ્સને લીધે મુશ્કેલી ઊભી થતી હતી. દરમિયાન ગાંધીનગર મ્યુનિ. કર્પોરેશન દ્વારા હોર્ડિંગ્સ અને બેનરો માટે પોલીસી બનાવીને રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. શહેરમાં તમામ સ્થળોએ એકસરખા હોર્ડિંગ્સ- બેનરો લગાવવામાં આવશે. આ હોર્ડિંગ્સનું ઇ- ઓક્શન પણ થઇ ગયું છે ત્યારે મ્યુનિના વિસ્તારમાં હાલમાં લગાવાયેલા 325 જેટલા હોર્ડિંગ્સ- બેનરોને ગેરકાયદે ગણી હટાવી દેવામાં આવ્યા છે. આ મામલે દંડનીય પગલાં પણ ભરવામાં આવશે.

Advertisement

રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેરમાં અત્યાર સુધીમાં કોઇ નક્કર પોલીસી નહીં હોવાથી શહેરમાં ગમે ત્યાં જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર હોર્ડિંગ્સ અને બેનરો લગાવી દેવામાં આવતાં હતાં. જેના કારણે ટ્રાફિકને અડચણ થવા ઉપરાંત શહેરના બ્યુટીફિકેશનમાં પણ બાધારૂપ બનતા હતા. તાજેતરમાં સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસી અમલી બનાવવામાં આવી છે. નવી પોલીસી મુજબ શહેરમાં હવે એકસરખા, એક જ ડિઝાઇન અને નિયત કરેલી સાઇઝના હોર્ડિંગ્સ લગાવવામાં આવશે. જે માટે એજન્સી પણ નિયુક્ત કરી દેવામાં આવી છે. ઇ- ઓક્શન મારફતે એજન્સી નિયુક્ત કરતા આ હોર્ડિંગ્સ થકી મ્યુનિ.કોર્પોરેશનને રૂપિયા 38 કરોડ રૂપિયાની આવક થશે. હાલ શહેરમાં મંજૂરી વિના લગાવવામાં આવેલા ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ મ્યુનિના એસ્ટેટ શાખા દ્વારા ચલાવવામાં આવી રહી છે. નવી પોલીસી મુજબ હોર્ડિંગ્સ માટે નોંધણી કરાવવી પણ ફરજિયાત છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement