For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં છેલ્લા 6 મહિનામાં વાહનચાલકોને નિયમો ભંગ બદલ 30.000 ઈ-મેમો અપાયા

05:30 PM Jun 25, 2025 IST | revoi editor
ગાંધીનગરમાં છેલ્લા 6 મહિનામાં વાહનચાલકોને નિયમો ભંગ બદલ 30 000 ઈ મેમો અપાયા
Advertisement
  • સૌથી વધુ 14558 દ્વીચક્રી વાહનચાલકો હેલમેટ ન પહેરતા મેમો અપાયા,
  • કારમાં સીટ બેલ્ટ નહિ પહેરનારા 5466 ચાલકોને દંડ કરાયો
  • ઓવર સ્પીડિંગના 3072 ચાલકોને પણ ઈ-મેમો અપાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે સમયાંતરે ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. તેમજ સીસીટીવી કેમેરાથી પણ ટ્રાફિક ભંગના ગુના નોંધીને ઈ-મેમો ફટકારવામાં આવે છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમો, વીઓસી એપ સહિત દંડ ફટકારવામાં આવી રહ્યો છે. દર વર્ષે અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે. જેમાં માથામાં ઇજા થવાના કારણે પણ મોતનો આંકડો વધે છે. છતાં શહેરમાં ટ્રાફિક ભંગના કિસ્સામાં વધારો થતો જાય છે. જેની સામે પોલીસ દ્વારા મોબાઇલ પર ફોટો પાડીને વીઓસી એપ મારફતે મેમો આપવાનું શરૂ કરવામાં આવતાં ઇ-મેમોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જ્યાં કેમેરા બંધ છે ત્યાં પણ હવે વાહનચાલકો બચી શકતા નથી. છેલ્લા 6 મહિનામાં ગાંધીનગરમાં 30 હજાર વાહનચાલકોને ઇ- મેમો આપવામાં આવ્યો છે, જેમાં 50 ટકા કિસ્સા હેલમેટ નહીં પહેરવાના છે. જ્યારે બીજા ક્રમે ઓવરસ્પીડીંગના કેસ છે.

Advertisement

ટ્રાફિક પોલીસ શાખાના સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર શહેરના ખૂણેખૂણે સીસીટીવી લગાવાયા છે, જેથી ટ્રાફિક નિયમનો ભંગ કરનારને નેત્રમમાં બેઠેલા પોલીસ ટીમના કર્મચારીઓ સીસીટીવીનું મોનિટરીંગ કરીને ઇ-મેમો જનરેટ કરે છે. જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટીની સૂચના મુજબ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે જિલ્લામાં જાન્યુઆરી, 2025થી 23 જૂન, 2025 દરમિયાન 30428 વાહનચાલકોને મેમો મોકલવામાં આવ્યો છે. જેમાં હેલમેટના 14558, સીટ બેલ્ટ નહિ પહેરનારાના 5466 અને ઓવર સ્પીડિંગના 3072, પાર્કિગ નિયમનો ભંગ કરનારાના 2994 તેમજ ટુ વ્હીલર પર એક કરતા વધારે સવારીના 2079,  કાર પર ડાર્ક ફિલ્મના 670 કેસ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત  દસ્તાવેજ વિના વાહન હંકારનારાના  251 કેસ, ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરનારાના 249 કેસ, જોખમી રીતે ફોર વ્હીલર હંકારનારાના 234 કેસ,  ડ્રાઇવર સીટ ઉપર ચાલક સિવાય અન્યને બેસાડનારાના 188 કેસ, જોખમી રીતે ટુ અને થ્રી વ્હીલર વાહન હાંકનારાના 117,  ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનારાના 17 કેસ નોંધવામાં આવ્યા હતા.

ગાંધીનગર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કાયદાનો દંડો ઉગામવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા છ મહિનામાં 30428 વાહન ચાલકોને અલગ અલગ નિયમ ભંગ મુજબ મેમો મોકલવામાં આવ્યા છે. ત્યારે તમામ વાહન ચાલકો પાસે અલગ અલગ દંડની રકમ મુજબ 2,15,95,700 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ હેલ્મેટ નહીં પહેરનાર ચાલકોને 72.79 લાખ દંડ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement