ભાવનગરમાં કારનું સ્ટિયરિંગ છોડીને સ્ટંટબાજી કરતા યુવાનને પોલીસે પાઠ ભણાવ્યો
• યુવાને ચાલતી કારના દરવાજા પર બેસીને સિગારેટ ફુંકતો વિડિયો બમાવ્યો હતો,
• અમારા જેવું તમારાથી નો થાય તેમ લખીને પોસ્ટ વાયરલ કરી હતી.
• યુવાનને સોશ્યલ મીડિયા પર વિડિયો મુકવો ભારે પડ્યો
ભાવનગરઃ શહેરમાં કારનું સ્ટિયરિંગ છોડીને કારચાલવીને કારચાલક યુવાન ખૂલ્લા કારના દરવાજા પર બેસીને સિગારેટ ફુંકતો વિડિયો ઉતારીને સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો. અને વિડિયોના ફોટો કેપ્શનમાં લખ્યુ હતું કે, ‘અમારી જેવું તમારાથી નો થાય’ આમ જોખમી રીતે કારચલાવનારા કારચાલક યુવાનને પોલીસે દબોચી લીધો હતો. કારચાલક યુવાનને સોશ્યલ મિડિયામાં વિડિયો મુકવાનું ભારે પડ્યું છે.
ભાવનગરમાં એક યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી કારના દરવાજા પર બેસીને સિગારેટના કસ ફૂંક્યા હતા. સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી ‘અમારી જેવું તમારાથી નો થાય’ લખનાર યુવકે જોખમી રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. ચાલુ ગાડીએ સ્ટીયરિંગ છોડીને દરવાજા પર બેસી ગયો હતો. સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરતા ઇસમને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતુ. એસઓજી પોલીસે કારચાલક યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે એસ.ઓ.જી પોલીસ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરતા પોસ્ટ મૂકનાર ઈસમ વિપુલ નટુભાઈ મકવાણા (ઉં.વ.37) રહે સુભાષનગર વાળાને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. વિપુલે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોતાની ફોરવીલ ગાડી નંબર GJ 04 D 6415 ઉપર ચાલુ ગાડીએ બારણું ખોલી કારના દરવાજા પર ર બેસી સિગારેટનો દમ મારતો સ્ટંટબાજી કરતી રીલ્સ અપલોડ કરી હતી. રીલ્સ પર "અમારી જેવું તમારા થી નો થાય" તથા "બાપુ" ટેગ મારી રીલ્સ અપલોડ કરી હતી, આથી એસઓજી પોલીસે વિપુલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.