હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમરેલીમાં આઈજીપીએ મધરાતે કર્યું સરપ્રાઈઝ ચેકિંગ, કન્ટ્રોલરૂમની કામગીરી તપાસી

04:39 PM Mar 03, 2025 IST | revoi editor
Advertisement

અમરેલીઃ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે પોલીસની કામગીરી નિહાળવા માટે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમારે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. દરમિયાન પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરી હતી. તેમણે લોકોને મદદ માટે આવતા કોલ્સ દરમિયાન કેવી રીતે વાતચીત કરવી અને જવાબ આપવો તે અંગે માર્ગદર્શન આપ્યું

Advertisement

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાત્રીના "કોબિંગ નાઈટ"ના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. આ દરમિયાન વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા છે. ત્યારે ગઈ રાતે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતા અને વિવિધ સ્થળોએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આઈજીપી દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારો જીવાપરાના ઢાળ, માર્કેટિંગ યાર્ડ, રાજકમલ ચોક અને નાના બસસ્ટેન્ડ પર જાતે વાહન ચેકિંગ કર્યુ હતુ. અને નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવેલા અને અનિયમિત નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસ કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નાના બસસ્ટેન્ડ વિસ્તારમાં એક મહિલા રાત્રે રાજકોટ જવા માટે બસની રાહ જોઈ રહી હતી, પરંતુ કોઈ વાહન વ્યવહાર ન હોવાથી આઈજીપીએ પોલીસ કંટ્રોલ રૂમ પર કોલ કરી સી.ટીમને બોલાવી રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરાવી આપી હતી.

અમરેલી હાઇવે પર બેરીકેટ્સ ન હોવાના કારણે આઈજીપીએ તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, કોબિંગ નાઈટના ભાગરૂપે એ.એસ.પી. વલય વૈદ્ય અને ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીઓ અલગ-અલગ તાલુકા મથક પર એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા.આઈજીપીએ 100 નંબર પર કંટ્રોલ રૂમમાં કોલ કરી કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરી હતી. તેમણે લોકોને મદદ માટે આવતા કોલ્સ દરમિયાન કેવી રીતે વાતચીત કરવી અને જવાબ આપવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતુ. આ સાથે, કંટ્રોલ રૂમના કર્મચારીઓને વધુ અસરકારક રીતે કામ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

Advertisement

આઈજીપી ગૌતમ પરમાર દ્વારા અમરેલી જિલ્લામાં સરપ્રાઈઝ વિઝિટ્સ અને પોલીસ અધિકારીઓ સાથેની બેઠકો યોજી કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કડક આદેશો આપવામાં આવ્યા હતા. રેન્જ આઈજીપીની  સરપ્રાઈઝ વિઝિટથી અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે આ પ્રકારની ચકાસણીઓ અને માર્ગદર્શનો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

Advertisement
Tags :
Aajna SamacharamreliBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharIGPLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSurprise CheckingTaja Samacharviral news
Advertisement
Next Article