For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા, યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું

04:51 PM Feb 26, 2025 IST | revoi editor
અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા  યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું
Advertisement
  • 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા
  • મંત્રી જગદિશ પંચાલ અને મેયર પ્રતિભા જૈનએ પહિંદવિધી કરી
  • શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપાયું

અમદાવાદઃ આજે અમદાવાદ શહેરના સ્થાપના દિવસે શહેરના નગરદેવી એવા ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા હતા. આ નગરયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. માતાજીની નગર યાત્રાના પ્રારંભે રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.  6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા હતા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે યાત્રાનો પ્રારંભ થયો હતો. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા હતા. નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને માતાજીનો રથ નિજ મંદિરે પરત પહોંચ્યો હતો.

Advertisement

અમદાવાદ શહેરમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળી હતી. સવારે આરતી બાદ માતાજીની પાદુકા રથ પર વિરાજમાન કરાયા હતા. માતાજીની નગર યાત્રાના પ્રારંભે રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.  6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા હતા.  શહેરીજનોએ નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા નિકળ્યા હતા.

શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પરિસરમાં જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો. ભક્તોના હાથમાં લાલ ધજા જોવા મળી હતી. 614 વર્ષના ઈતિહાસમાં આજે પહેલીવાર શહેરમાં મા ભદ્રકાળી માતાજી નગરયાત્રાએ નીકળ્યાં હતા. લાલ દરવાજા ખાતે AMTSના કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો દ્વારા પણ માતાજીને ફુલહાર કરીને દર્શન કરવામાં આવ્યા હતા. માતાજીનું સ્વાગત કરી ફુલહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મરાઠી સમાજ દ્વારા માતાજીને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. ભદ્ર વસંત ચોક ખાતે મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવ્યા હતા. નગરયાત્રામાં અખાડા, ડીજે, ધજા પતાકા અને વાહનો જોડાયા હતા. આ યાત્રામાં અંદાજે 5000 માણસોનો ભંડારો કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને વિશેષ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement