For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરાતા 52 દુકાનોને સીલ મરાયા

05:05 PM Mar 05, 2025 IST | revoi editor
અમદાવાદમાં જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરાતા 52 દુકાનોને સીલ મરાયા
Advertisement
  • પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે 15 એકમોને નોટિસ ફટકારાઈ
  • મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 273 એકમોના ચેકિંગ કરાયું
  • કુલ 29 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો

અમદાવાદઃ શહેરમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને જાહેર રોડ-રસ્તાઓ પર કચરો ફેંકનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર રોડ પર ગંદકી બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ શહેરના પશ્વિમ વિસ્તારમાં પાલડી અને વાસણા વિસ્તારોમાં પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા 22 અને મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 30 એમ કુલ 52 દુકાનોને સીલ મારી દેતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર કચરો ફેંકીને ગંદકી અને ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો તેમજ દુકાનદારો- એકમો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર રોડ પર ગંદકી બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ શહેરના પશ્વિમ વિસ્તારમાં પાલડી અને વાસણા વિસ્તારોમાં પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્રારા 22 અને મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 30 એમ કુલ 52 દુકાનોને સીલ મારી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા ઝોનમાં પાલડી અને વાસણા વિસ્તારમાં એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગંદકી કરવા બદલ 242 એકમને અને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે 15 એકમને નોટિસ અપાઈ છે. કુલ 1.29 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે. મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 273 એકમોના ચેકિંગ કરી 173 એકમોને નોટિસ આપી છે અને 30 એકમોને સીલ કર્યા છે જ્યારે 1.47 લાખ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement