હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

બગસરા તાલુકાની પ્રા. શાળામાં 40 બાળકોએ શરત લગાવી જાતે હાથ-પગ પર બ્લેડના કાપા માર્યા

06:28 PM Mar 26, 2025 IST | revoi editor
Advertisement

અમરેલીઃ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં 40 જેટલા બાળકોએ પોતાના હાથ-પગ પર બ્લેડ મારીને ઈજા પહોંચાડતા આ મામલે તપાસની માગ ઊઠી હતી. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ હતી. પહેલા શાળાના બાળકો મોબાઈલ ગેમના રવાડે ચડતા આ બનાવ બન્યો હોવાનું કહેવાતુ હતુ પણ પોલીસ તપાસમાં એવી હકિક્ત જાણવા મળી છે. કે, શાળાના બાળકોએ એકબીજા સાથે શરત લગાવી હતી. કે, બ્લેડથી પોતાના હાથે કે પગે કાપા મુકે તેને 10 રૂપિયા આપવા. આથી 40 બાળકોએ શરત જીતવા માટે પોતાના હાથ-પગ પર બ્લેડના કાપા માર્યા હતા.

Advertisement

બગસરા તાલુકાના મુંજીયાસર ગામની પ્રાથમિક શાળાના બાળકોએ હાથે-પગે બ્લેડના કાપા મારતા આ મામલે તપાસની માગ ઊઠી હતી. શાળાના 40 જેટલાં બાળકોએ પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડી હતી. આ મામલે પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,બાળકોએ ફક્ત 10 રૂપિયાની શરતમાં પોતાને ઈજા પહોંચાડી હતી. બાળકોએ 10 રૂપિયાની શરતમાં હાથ-પગ પર કાપા માર્યા હતા. બ્લડકાંડ મામલે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,  આ મામલે નિવેદનો લેવાયા છે. બાળકો, શિક્ષકો, વાલીઓના નિવેદનો લેવાયા છે. બાળકોએ જાતે જ પોતાને બ્લેડ મારી છે. 20થી 25 બાળકોએ જાતે બ્લેડ મારી છે. પેન્સિલ શાર્પનરથી બ્લેડનો કાપા માર્યા છે. બનાવમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી. આવું ફરી નહીં કરે તેવી બાળકોની બાંહેધરી લેવાઈ છે.

Advertisement

જિલ્લાના શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બગસરા તાલુકાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બહાર આવતા તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેક દિવસ પહેલા શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું હતુ. તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7 માં ભણતા વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળેલ છે. આ બાબતે વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ ‘અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે ’એવું કહીને જવાબ ટાળ્યા હતા. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા,જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી હતી. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરતા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement
Tags :
Aajna SamacharBagsara TalukaBlade Cuts on Hands and FeetBreaking News GujaratichildrenGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsPrimary SchoolSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article