2024માં વિશ્વના આ બેટસ્મેનોએ પોતાના બેટથી કર્યો રનનો વરસાદ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, વર્ષ 2024માં, કુલ 15 બેટ્સમેનોએ ત્રણેય ફોર્મેટમાં મળીને એક હજારથી વધુ રન બનાવ્યા છે. વર્ષ 2024 માં, વિશ્વનો કોઈ બેટ્સમેન હજી સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 2,000 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી.
શ્રીલંકાના કુસલ મેન્ડિસ 2024માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી છે. આ વર્ષે તેણે ODIમાં 742 રન, T20માં 572 રન અને ટેસ્ટમાં 490 રન બનાવ્યા છે. મેન્ડિસે 2024માં કુલ 1,804 રન બનાવ્યા છે. ભારતના યશસ્વી જયસ્વાલે 2024માં અત્યાર સુધીમાં કુલ 1,601 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ મેચમાં 1308 રન અને ટી20માં 293 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડના હેરી બ્રુકે આ વર્ષે કુલ 1,574 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 1099 રન, વનડેમાં 312 રન અને ટી20 મેચમાં 163 રન બનાવ્યા છે. શ્રીલંકાના પથુમ નિસાંકાના નામે 2024માં અત્યાર સુધીમાં 1569 રન છે. નિસાન્કાએ આ વર્ષે ટેસ્ટ મેચમાં 380 રન, વનડેમાં 694 રન અને ટી20માં 495 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડના જો રૂટે વર્ષ 2024માં અત્યાર સુધીમાં 1502 રન બનાવ્યા છે. તેના આ તમામ રન ટેસ્ટ મેચોમાં આવ્યા છે. તેણે આ વર્ષે એક પણ ODI કે T20 મેચ રમી નથી.