પહલગામ આતંકવાદી હુમલાની અસર : ભદ્રવાહમાં હોટેલો ખાલી, પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયુ
નવી દિલ્હીઃ પહલગામ આતંકવાદી હુમલાની અસર જોવા મળી રહી છે. ભદ્રવાહમાં હોટેલો ખાલી, પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયુ છે.પહલગામ આતંકવાદી હુમલાની અસર કાશ્મીરના પ્રવાસન અસરને થઇ છે. મોટા ભાગના પ્રવાસીઓએ તેમની કાશ્મીર ટુર રદ કરી છે જેના પગલે પ્રવાસીઓથી ધમધમતી હોલટના રુમ ખાલી જોવા મળી રહ્યા છે.ટુર ટ્રાવેલ્સના વ્યવસાયી, રેસ્ટોરાના માલિક અને અન્ય રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ પ્રભાવિત થયા છે ઘ ભદ્રવાહના પ્રવાસન ઉદ્યોગને પણ ભારે નુકસાન ઉઠાવવું પડ્યુ છે
'છોટા કશ્મીર'ના નામથી વિખ્યાત ભદ્રવાહમાં લાખો પ્રવાસીઓ ઉમટી પડવાની શક્યતાઓ હતી. પણ આતંકવાદી હુમલાના પગલે માત્ર ભદ્રવાહ જ નહી સમગ્ર જમ્મુ કાશ્મીરમાં પ્રવાસનને મોટો ફટકો પડ્યો છે વેપારીઓનું કહેવુ છે કે કટોકટીની આ સ્થિતિમા પ્રવાસનથી ચાલતી અર્થ વ્યયવસ્થાને ગંભીર અસર થઇ છે વેપારીઓ પ્રવાસીઓની સુરક્ષા વધારવા માટે માંગ કરી રહ્યા છે
હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અજય શર્માએ કહ્યુ કે અમે આ સમયમાં જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તેનું મુખ્ય કારણ પહલગામમાં થયેલ આતંકવાદી હુમલો છે. આ આ હુમલાની નિંદા કરી તેને વખોડીએ છીએ પણ અમારી પાસે શબ્દો નથી. આ ખુબ જ ઉતરતી કક્ષાની ઘટના હતી તેણે માત્ર અમને નહી સમગ્ર કાશ્મીર, કાશ્મીરી મુસલમાન અને માનવતાને ઘાયલ કરી છે. કાશ્મીરમાં 99 ટકા વ્યવસાય મુસ્લીમ સમુદાયનો છે જે સમગ્ર દેશ સાથએ જોડાયેલો છે. અમારો વ્યવસાય પણ શ્રીનગરના કારણે ચાલે છે. અમારો વ્યવસાય પણ શ્રી નગરના કારણે ચાલે છે,વૈષ્ણોદેવી જતા શ્રધ્ધાળુઓ શ્રીનગર જાય છે અને ત્યાં હોટલ બુંકીંગ ફુલ થતાં ભદ્રવાહ આવે છે જોકે છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે એટલા પેરાશન છીએ કે અહી કોઇ પ્રવાસી નથી આવી રહ્યુ
તેમણે કહ્યું કે અમે તેના વિડિયોને ભૂલતા નથી, ખાસકર તે છોકરીની વિડિઓ અમારી સામે બાર-બાર છે. તે ખૂબ જ નિંદનીય છે. તેની સાથે પણ, અમારું પ્રવાસન સ્થળ આ સમય પૂરો બંધ છે. અમે એડમિનિસ્ટ્રેશનની આશા રાખીએ છીએ કે તે એસઓપીને લાગુ કરો અને પ્રવાસીઓને સુરક્ષા સાથે આવવાની મંજૂરી આપો. કટરાથી અનેક લોકો આવે છે પણ ભદ્રવાહ આવી નિરાશ થઇ પરત ફરે છે પ્રશાસન આ મુ્દ્દે ધ્યાન આપે
એ કહેવામાં જરાય અતિ શયોક્તી નથી કે ભદ્રવાહ બીજુ કાશ્મીર છે પહેલાં અહી 20 થી 30 હોટેલ્સ હતી જે આજે વધીને 100 ઉપર પહોચી છે હજુ અહીં 50 જેટલી નવી હોટલનું નિર્માણ થઇ રહ્યુ છે જેમાં થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલનો સમાવેશ થાય છે હવે તે હોટલના ભવિષ્યની કલ્પના કરવી મુશ્કેલ છે. વહિવટી તંત્રને અનુરોધ છે કે તેઓ ભદ્રવાહ વિશે વિચારે સુરક્ષા આપે. આતંકવાદી હુમલા પહેલાં અહી તમામ હોટલ ફુલ હતી .