For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ઈમ્પેક્ટ ફીની મુદતમાં ફરીવાર 6 મહિનાનો વધારો કરાયો

05:02 PM May 23, 2025 IST | revoi editor
અમદાવાદમાં ઈમ્પેક્ટ ફીની મુદતમાં ફરીવાર 6 મહિનાનો વધારો કરાયો
Advertisement
  • ઈમ્પેક્ટ ફીથી મ્યુનિને 258 કરોડની આવક થઈ
  • શહેરના 7 ઝોનમાં 75.973 અરજીઓમાંથી 21.651 અરજીઓનો નિકાલ કરાયો
  • ઈમ્પેક્ટ ફી માટે સાઉથ ઝોનથી સૌથી વધુ 14540 અરજીઓ મળી

અમદાવાદઃ શહેરી વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે. વધુને વધુ શહેરીજનો આ યોજનાનો લાઈ લઈ શકે તે માટે દર વખતે ઈમ્પેક્ટ ફીના કાયદાની મુદતમાં વધારો કરવામાં આવે છે. ઈમ્પેક્ટ ફીના કાયદાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 258 કરોડની આવક થઈ છે. એએમસી દ્વારા ઈમ્પેક્ટ ફીની સમયમર્યાદા વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. જેમાં અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 75 હજાર અરજી આવી છે. જેમાં 21.651 અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

શહેરમાં ઇમ્પેક્ટ ફી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં બાંધકામો નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત વધારો કરવામાં આવ્યો છે. ઇમ્પેકટ ફીની મુદતમાં 6 માસનો વધારો કરવામાં આવ્યો છે. તદુપરાંત ગેરકાયદે બાંધકામોને રેગ્યુલાઇઝ કરવા માટે 7 ઝોનમાંથી 75,973 અરજીઓ આવી છે, જેમાંથી 21,651 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતુ કે, શહેરી વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા રાજ્ય સરકારે જાહેર કરેલા ઇમ્પેક્ટ ફીના કાયદા અંતર્ગત ગેરકાયદે બાંધકામની અરજીઓની ચકાસણી કરી વસુલાત માટે એસ્ટેટ ખાતામાં ગ્રુડા સેલની રચના કરવામાં આવી છે. ઈમ્પેક્ટ ફીની સમયમર્યાદા વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. જેમાં અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 75 હજાર અરજી આવી છે. આ અરજીઓમાંથી 21,651 જેટલી અરજીઓ માન્ય રાખવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ઈમ્પેક્ટ ફીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 258 કરોડની આવક થઈ છે.

Advertisement

અમદાવા શહેરમાં ઈમ્પેક્ટ ફી માટે સાઉથ ઝોનથી સૌથી વધુ 14540, વેસ્ટ ઝોનમાંથી 12958 અને નોર્થ વેસ્ટ ઝોનમાંથી 11583 અરજી આવેલી છે. સૌથી ઓછી 535ની મંજૂરી સેન્ટ્રલ ઝોનમાંથી અને સૌથી વધુ નામંજૂર 7484 અરજી નોર્થ ઝોનમાંથી આવી છે.

Advertisement
Tags :
Advertisement