For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના સરખેજના બેદર તળાવ વિસ્તારના ગેરકાયદે શેડ અને ગોદામો તોડી પડાયા

05:14 PM Jul 23, 2025 IST | Vinayak Barot
અમદાવાદના સરખેજના બેદર તળાવ વિસ્તારના ગેરકાયદે શેડ અને ગોદામો તોડી પડાયા
Advertisement
  • 28 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ગોડાઉનને ખાલી કરાવીને તોડી પડાયા,
  • 2,717 ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરાવાઈ,
  • પ્રધનમંત્રી આવાસ યોજનામાં ભાડે ગેરકાયદે રહેતા લોકો સામે તવાઈ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેરેશન દ્વારા સરખેજ વિસ્તારમાં ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બેદર તળાવની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાવેલા 28 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ગોડાઉન તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકરબા સહિત વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મૂળ લાભાર્થ "સિવાય ભાડાથી રહેતા લોકો સામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં 8 મકાનધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ રોડ પર ગંદકી કરનારા અને કચરો ફેંકતા લોકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરી છે. જેમાં શહેરના સરખેજ વિસ્તારમાં બેદર તળાવની જગ્યામાં  હિટાચી મશીન જેસીબી વગેરેની મદદ લઈને 28 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ગોડાઉનને ખાલી કરાવીને તોડી પાડવામાં આવ્યા છે. કુલ 2,717 ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરાવવામાં આવી છે.

આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં TP-84/A (મકરબા), FR. 98/1, 98/2માં આવેલા EWS-38અને EWS-39 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મૂળ લાભાર્થ "સિવાય ભાડાથી અન્ય વ્યક્તિઓ રહે છે કેમ? તે અંગે આવાસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતાં 8 મકાનમાં મૂળ લાભાર્થી સિવાય અન્ય વ્યક્તિ રહેતા હોવાનું જોવા મળતાં મૂળ લાભાર્થી દ્વારા આવાસ ફાળવણીની શરતોનો ભંગ કરાયો હોવાથી મકાનની ફાળવણી રદ કેમ ન કરવી તે અંગે ખુલાસો કરવા લાભાર્થીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે બે લાભાર્થીના મકાન સીલ કરવામાં આવ્યા છે. તેમદ શહેરના જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડીયા સહિતના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 12 દુકાનોને સીલ કરવામાં આવી છે. ચેકિંગ ઝુંબેશના ભાગરૂપે 510 એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ 192 એકમો નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ. 1.66 લાખનો દંડ વસૂલ કરાયો હતો. આગમી દિવસોમાં શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી કરનારા એકમો સામે સથન ઝુંબેશ હાથ ધરીને કડક પગલા લેવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement