For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આકાશમાં વાદળો નહીં હોય તો મોડી રાતે ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો જોઈ શકાશે

06:05 PM Jul 17, 2025 IST | Vinayak Barot
આકાશમાં વાદળો નહીં હોય તો મોડી રાતે ડેલ્ટા એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો જોઈ શકાશે
Advertisement
  • 50 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ,
  • ઉલ્કા વર્ષા નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે,
  • પૃથ્વી ઉપર દિવસે સૂર્યપ્રકાશના કારણે પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી

અમદાવાદઃ આકાશમાં મોડી રાતે અવાર-નવાર ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળતો હોય છે. ગયા મે મહિનામાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળ્યા બાદ હવે 50 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થયો છે. હવે તા.21મી ઓગસ્ટ સુધી સમયાંતરે મોડી રાતે કેટલાક વિસ્તારોમાં ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા આકાશમાં જોવા મળશે. વરસાદી વાદળા હશે ત્યાં જોવા મળશે નહિ, સ્વચ્છ આકાશમાં જોવા મળશે. મધ્યરાત્રિ બાદ ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે.  ઉલ્કા આકાશમાં જ એક-બે સેકન્ડમાં બળીને રાખ થઈ જાય છે.

Advertisement

ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાની મહત્તમ દિવસ ચારથી પાંચ હોય છે. મોડી રાતથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કા વર્ષા જોઈ શકાય છે. જુલાઈ અને ઓગસ્ટના અમુક દિવસો સુધી ક્રમશઃ ઉલ્કા જોઈ શકાશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમિયાન 10થી 12 વખત અને વધુમાં વધુ 5 વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરભંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલો પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે તેમ જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે.

ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસે સૂર્યપ્રકાશના કારણે પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરિક્ષણ જરૂરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement