For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પતિએ આપેલા તલાકનો પત્ની વિરોધ કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકેઃ હાઈકોર્ટ

04:29 PM Oct 28, 2024 IST | revoi editor
પતિએ આપેલા તલાકનો પત્ની વિરોધ કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકેઃ હાઈકોર્ટ
Advertisement

બેંગ્લોરઃ મુસ્લિમ તલાકને લઈને મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જો પતિ તરફથી તલાક આપવા ઉપર પત્ની ઈન્કાર કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકે છે. હાઈકોર્ટે તમિલનાડુની શરિયત કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ છૂટાછેડા પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું છે. કોર્ટે બીજી વખત લગ્ન કરનાર પતિને તેની પ્રથમ પત્નીને વળતર અને ભરણપોષણ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.

Advertisement

હાઈકોર્ટના જસ્ટિસ જીઆર સ્વામીનાથને પણ આ મહત્વના નિર્ણયમાં કહ્યું છે કે, જો પતિ બીજી પત્ની સાથે લગ્ન કરે તો પ્રથમ પત્નીને તેની સાથે રહેવા માટે દબાણ કરી શકાય નહીં. મુસ્લિમ પર્સનલ લોમાં પુરુષોને એક કરતાં વધુ લગ્ન કરવાની છૂટ છે. તેમ છતાં, આનાથી પ્રથમ પત્નીને માનસિક પીડા થાય છે. તેથી, 'ઘરેલુ હિંસા અધિનિયમ'ની કલમ 3 હેઠળ, તેને ક્રૂરતા તરીકે જોઈ શકાય છે. જો પ્રથમ પત્ની પતિના બીજા લગ્ન માટે સંમત ન હોય તો કલમ 12 હેઠળ તે અલગ રહેવા અને પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

કેસની હકીકત અનુસાર, 2018માં પત્નીએ 'ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ'ની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જવાબમાં પતિએ દાવો કર્યો કે તેણે મહિલાને છૂટાછેડા આપી દીધા છે. મુસ્લિમ પર્સનલ લોમાં તલાકની 3 નોટિસની જરૂર પડે છે. કોર્ટ સમક્ષ માત્ર પ્રથમ અને બીજી નોટિસ જ રજૂ કરાઈ હતી.

Advertisement

પતિએ તમિલનાડુ મુસ્લિમ તૌહીદ જમાતની શરિયત કાઉન્સિલના મુખ્ય કાઝીનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. 29 નવેમ્બર 2017ના રોજ જારી કરાયેલા આ પ્રમાણપત્રમાં કાઝીએ છૂટાછેડાને માન્યતા આપી હતી. આનો આધાર એ હતો કે પતિના પિતાએ પુષ્ટિ આપી હતી કે છૂટાછેડા થઈ ગયા છે. હાઈકોર્ટે કહ્યું કે ત્રીજી નોટિસને બદલે પિતાની જુબાનીના આધારે છૂટાછેડાને માન્યતા આપી શકાય નહીં.

હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે શરિયત કાઉન્સિલ કે આવી કોઈ ખાનગી સંસ્થા છૂટાછેડાનું પ્રમાણપત્ર આપી શકે નહીં. જો છૂટાછેડાને લઈને કોઈ વિવાદ થાય તો પતિએ કાયદા હેઠળ રચાયેલી કોર્ટમાં જવું જોઈએ. તે પછી જ નિર્ણય લઈ શકાય કે છૂટાછેડા ખરેખર થયા છે કે નહીં. આવી સ્થિતિમાં, હાઇકોર્ટે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે પક્ષકારો વચ્ચે છૂટાછેડા થયા હતા.

હાઈકોર્ટે નીચલી અદાલતના આદેશને પણ માન્ય રાખ્યો હતો, જેમાં પતિને તેની માનસિક ક્રૂરતા બદલ તેની પત્નીને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા અને દર મહિને 2500 રૂપિયાનું ભરણપોષણ આપવાનું કહેવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement