For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉદ્યોગપતિઓને દેવા માફ કરી શકાતા હોય તો ખેડૂતોના કેમ નહીઃ શક્તિસિંહ ગોહિલ

04:35 PM Nov 10, 2025 IST | Vinayak Barot
ઉદ્યોગપતિઓને દેવા માફ કરી શકાતા હોય તો ખેડૂતોના કેમ નહીઃ શક્તિસિંહ ગોહિલ
Advertisement
  • ભાવનગર જિલ્લામાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનું સ્વાગત કરાયું,
  • કૃષિમંત્રી ભાવનગર જિલ્લાની પીડા પણ સમજી શકતા નથી
  • ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં માવઠાને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ છે. આથી ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનો ગીર સોમનાથથી પ્રારંભ કરાયો હતો. કોંગ્રેસની ખેડૂત યાત્રા ભાવનગર જિલ્લાના લીંબડા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ યોજાયેલી જનસભામાં કોંગ્રેસના નેતા અને સાંસદ  શક્તિસિંહ ગોહિલે ‘ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂત નો શું વાંક?’ કહી સરકાર પર સીધુ નિશાન તાક્યું હતું.

Advertisement

ગુજરાતમાં કમોસમી વરસાદે 16000 ગામના 13 લાખ ખેડૂતોની હાલત દયનિય બનાવી દીધી છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મામલે અસંતોષ છે.  ત્યારે કોંગ્રેસ દ્વારા ખેડૂતના પ્રશ્ને વાચા આપવા માટે ગઈ ગીર સોમનાથથી ‘ખેડૂત આક્રોશ રેલી’નો પ્રારંભ કર્યો છે, જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે. કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામે લીમડા (તા. ઉમરાળા, જિ. ભાવનગર) પહોંચી હતી. અહીં સભાને સંબોધતા શક્તિસિંહ ગોહિલે ‘ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂત નો શું વાંક?’ કહી સરકાર પર સીધુ નિશાન તાક્યું હતું.

ખેડુત આક્રોશ રેલીમાં કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના પનોતા પુત્ર છે, જો તેઓ ભાવનગરની પીડા ન સમજતા હોય તો પછી રાજ્યની પીડા કેવી રીતના સમજી શકે, આ સભામાં પાલભાઈ આંબલિયા, પ્રતાપ દુધાત, લલિત વસાવા સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતાં.

Advertisement

ખેડૂતોના દેવા માફ અને સહાયને લઈ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાક નુકસાની ખૂબ થઈ છે, જેની સરખામણીમાં વળતર ખૂબ ઓછું છે, જેથી સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ. એટલે કે સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ. ભૂતકાળમાં અનેક ઉદ્યોગપતિઓના સંપૂર્ણ દેણા માફ કર્યા છે, ત્યારે ખેડૂતોના પણ દેણા માફ કરવા જોઈએ. રાજ્ય સરકારે ગુજરાતમાં વર્ષ 2020થી બંધ કરેલો ખેડૂત પાક નુકસાની વીમો જો શરૂ હોય તો આ તમામ નુકસાનીનું પૂરતું વળતર ખેડૂતોને મળ્યું હોત. ત્યારે સરકારે આ પાક વીમો ફરી શરૂ કરવો જોઈએ. અનેક ખેડૂતો અત્યારે પાક નુકસાની મામલે આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ આવું પગલું ન ભરવા અપીલ પણ કરી છે. તેમજ આવી ઘટનામાં ભોગ બનેલા ખેડૂત પરિવારને રૂપિયા 25 લાખનું વળતર સરકાર આપવા માગ કરી છે.

Advertisement
Tags :
Advertisement