મારાથી કોઈનું દિલ દુભાયું હોય તો હું તેમની માંફી માગુ છું: CJI ડી.વાય.ચંદ્રચુડ
નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડને રવિવારે પદ પરથી નિવૃત્ત થઈ રહ્યાં છે, પરંતુ 9 અને 10મીએ શનિવાર અને રવિવારે કોર્ટમાં રજા રહેશે. તેથી તેમના માનમાં આજે જ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આજે તેમનો છેલ્લો કામકાજનો દિવસ હતો. જસ્ટિસ સંજીવ ખન્ના 10 નવેમ્બરે નવી ચીફ જસ્ટીસ બનશે. તેઓ દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ હશે. જસ્ટિસ ચંદ્રચુડે 9 નવેમ્બર 2022ના રોજ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.
જસ્ટિસ ચંદ્રચુડે વિદાય સમારંભમાં ભાવુક થયા હતા અને કહ્યું હતું કે, 'જ્યારે હું નાનો હતો ત્યારે હું સુપ્રીમ કોર્ટમાં આવતો હતો અને અહીંની કાર્યવાહી અને કોર્ટમાં પ્રદર્શિત બે તસવીરો જોતો હતો. તેમણે આગળ કહ્યું, 'અમે બધા અહીંયા મુસાફરો જેવા છીએ, જેઓ થોડો સમય આવે છે, અમારું કામ કરે છે અને પછી જાય છે. કોર્ટના રૂપમાં આ સંસ્થા હંમેશ માટે ચાલુ રહેશે અને વિવિધ વિચારો ધરાવતા લોકો તેની પાસે આવતા રહેશે. મને પૂરો વિશ્વાસ છે કે મારા પછી જસ્ટિસ ખન્ના આ સંસ્થાને તાકાત અને ગૌરવ સાથે આગળ લઈ જશે.
તેમણે આગળ કહ્યું કે, 'હું આજે ઘણું શીખ્યો છું. કોઈ પણ કેસ પહેલા જેવો નથી. જો મેં કોર્ટમાં કોઈને કોઈ તકલીફ પહોંચાડી હોય, તો હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. અંતમાં આભાર માનતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, તમારા બધાનો હૃદયપૂર્વક આભાર, તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા. આ માટે હું હંમેશા આભારી રહીશ.