હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દૂર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર મળવુ જોઈએ: સુપ્રીમ કોર્ટ

04:20 PM Sep 08, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મૃત્યુ તથા તેના સ્થાયી રૂપે દિવ્યાંગ થવાના કિસ્સામાં તેને મળવાપાત્ર વળતરની રકમની ગણતરી કુશળ શ્રમિક રૂપે જ કરવામાં આવશે. રાજ્યમાં દુર્ઘટના સમયે કુશલ શ્રમિકનું જે લઘુત્તમ વેતન હશે, તેને બાળકની આવક રૂપે ગણી દાવાની રકમ નિર્ધારિત કરવામાં આવશે. જેના માટે દાવેદાર વ્યક્તિને સુપ્રીમ કોર્ટે લઘુત્તમ વેતન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા પડશે.

Advertisement

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો આમ નહીં થાય તો આ દસ્તાવેજો રજૂ કરવાની જવાબદારી વીમા કંપનીની રહેશે. આ ચુકાદાની નોટિફિકેશન તમામ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સને મોકલવામાં આવશે. જેથી આ નિર્દેશોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરી શકાય. અત્યારસુધી અકસ્માત કે દુર્ઘટનામાં બાળકના મૃત્યુ કે તેના સ્થાયી દિવ્યાંગ થવાની સ્થિતિમાં નુકસાનની ગણતરી નોશન ઈન્કમ (કાલ્પનિક આવક, વર્તમાનમાં રૂ. 30000 પ્રતિ વર્ષ) અનુસાર થતી હતી. હવે રાજ્યમાં કુશળ શ્રમિકોના લઘુત્તમ વેતનના આધારે નુકસાનીનું વળતર ગણવામાં આવશે. હાલ મધ્ય પ્રદેશમાં કુશળ કામદારોનું લઘુત્તમ વેતન માસિક ધોરણે રૂ. 14844 અર્થાત દિવસનું રૂ. 495 છે.  સુપ્રીમ કોર્ટે આ દરના આધારે મૃતક બાળક તથા દિવ્યાંગ બાળકને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ તમામ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સમાં મોકલવા નિર્દેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશની એક માર્ગ અકસ્માત દાવા સંબંધિત સુનાવણી દરમિયાન ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે અકસ્માત કે દુર્ઘટનામાં બાળકનું મૃત્યુ થાય અથવા તે કાયમી રીતે દિવ્યાંગ બને, તો તેને મળવાપાત્ર વળતર કુશળ શ્રમિકના લઘુત્તમ વેતનના આધારે ગણવામાં આવશે. અત્યાર સુધી આવા કેસોમાં નોશનલ ઈન્કમ (કાલ્પનિક આવક – રૂ. 30,000 પ્રતિ વર્ષ)ના આધારે વળતર નક્કી થતું હતું. પરંતુ હવે રાજ્યમાં કુશળ શ્રમિકોના લઘુત્તમ વેતનને આધારે દાવાની રકમ ગણાશે. હાલ મધ્ય પ્રદેશમાં કુશળ શ્રમિકનું લઘુત્તમ વેતન રૂ. 14,844 માસિક (દિવસનું રૂ. 495) છે.

Advertisement

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દાવેદારે લઘુત્તમ વેતન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા પડશે, અને જો તે ન કરે તો આ જવાબદારી વીમા કંપનીની રહેશે. અદાલતે આ ચુકાદાની નોટિફિકેશન દેશભરના તમામ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સને મોકલવા પણ કહ્યું છે, જેથી તેનું ચુસ્તપણે પાલન થાય. ઈન્દોરમાં રહેતા આઠ વર્ષીય હિતેશ પટેલ 14 ઓક્ટોબર, 2012ના રોજ તેના પિતા સાથે રસ્તા પર ઉભો હતો, ત્યારે અચાનક એક વાહન તેને ટક્કર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતને કારણે હિતેશ કાયમી દિવ્યાંગ બની ગયો.

મોટર અકસ્માત ટ્રિબ્યુનલમાં હિતેશ માટે રૂ. 10 લાખ વળતરનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ટ્રિબ્યુનલએ તેને માત્ર 30% દિવ્યાંગતા ગણાવી રૂ. 3.90 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો, જ્યાં વળતર વધારીને રૂ. 8.65 લાખ નક્કી કરવામાં આવ્યું. આ પછી કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ ઐતિહાસિક ચુકાદો આપતાં હિતેશને રૂ. 35.90 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article