કોવિડ રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ ન હોવાનો ICMR) અને AIIMSનો દાવો
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીથી બચાવવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન હાથ કર્યું હતું તેમજ દેશની જનતાને કોવિડની રસી આપીને તેમને સુરક્ષિત કર્યાં હતા. જો કે, છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકથી લોકોના મોત થયા હતા. યુવાનોને હાર્ટ એટેક આવ્યાં હતા. જેથી કોવિડ રસીકરણને હાર્ટએટેક સાથે સંબંધ હોવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, ઈન્ડિયાન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને એઆઈઆઈએમએ અભ્યાસના આધારે દાવો કર્યો હતો કે, કોવિડ રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને AIIMS એ સંયુક્ત રીતે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં અચાનક મૃત્યુનું કારણ કોરોના રસી નથી. દેશમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે અને ખાસ કરીને કોરોના મહામારી પછી, તેમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ પુષ્ટિ આપી છે કે યુવાનોમાં કોરોના રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી.