ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ વન-ડે રેકિંગ લિસ્ટ જાહેર કર્યું, ભારતનો દબદબો યથાવત
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જ કેટલીક ટીમો વન-ડે સીરિઝ રમી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં ટ્રાઈ નેશન સીરીઝ ખત્મ પૂર્ણ થઈ છે જે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ ઉપરાંત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ અને ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે બે મેચની વન-ડે સીરિઝ રમાઈ હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જ આઈસીસીએ ટીમ વન-ડે રેકિંગ જાહેર કર્યું છે. જેમાં પાકિસ્તાનને મોટો ફટકો લાગ્યો છે જ્યારે ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
આઈસીસી તરફથી જાહેર કરેલા વન-ડે રેકિંગમાં પાકિસ્તાનની ટીમ એક સ્ટેપ નીચે ખસકી છે. 13મી ફેબ્રુઆરી સુધી પાકિસ્તાન ટીમ બીજા નંબર ઉપર હતી પરંતુ ટ્રાઈ નેશન સીરિઝની ફાઈનલમાં હારનું નુકશાન થયું છે. પાકિસ્તાનના રેટિંગ 107 થઈ ગયા છે અને હવે ત્રીજા નંબર ઉપર આવી ગઈ હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનને હરાવીને પોતાની સ્થિતિ વધારે મજબુત કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમના રેટિંગ 100થી વધીને 105 થયા છે અને ટીમ હવે ચોથા ક્રમે પહોંચી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને શ્રીલંકા સામે 0-2થી હારવા છતા ફાયદો થયો છે. પાકિસ્તાન એક સ્ટેપ નીચે ખસકતા તેનો ફાયદો ઓસ્ટ્રેલિયાને થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 110 રેટીંગ સાથે બીજા ક્રમે પહોંચી છે. વન ડે રેટિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો છે. આઈસીસી વન-ડે રેટિંગમાં ટીમ ઈન્ડિયા 119 રેટિંગ સાથે ટોપ ઉપર છે. તાજેતરમાં ભારતની ટીમે ઈંગ્લેન્ડને 3 વન ડે હરાવીને સીરિઝ જીતી છે.