ભગવાન બિરસામુંડાજીના પરિવાર સાથે મારે આજે પણ સબંઘ છેઃ વડાપ્રધાન
ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Birsamunda વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજયંતીની નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 9700 કરોડથી વધુના વિકાસના કાર્યોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી વિશાળજનસભાને સંબોઘી હતી. એ પહેલાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજની સમીક્ષા કરી સુરત ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી. કાર્યક્રમમાં દેશના મહાન જનજાતિય યોદ્ધાઓને લોકસંગીત અને કવિતા અને નૃત્યથકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં ભગવાન બિરસામુંડા જનજાતિય પરિવહન બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને જનજાતિય ગૌરવ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું કે, આમ તો તમારી પાસે આવવાનું હોય ત્યારે ગુજરાતીમાં બોલવું જોઇએ પણ અત્યારે સમગ્ર દેશના લોકો આપણા કાર્યક્રમમાં જોડાયેલા છે એટલે તમારી અનુમતથી મારે વાત હિન્દીમાં કરવી પડશે. 31 ઓક્ટોબરે આપણે ગુજરાતમાં સરદાર પટેલની 150મી જન્મજયંતી ઉજવી આપણી એકતા અને વિવિઘતાની ઉજવણી કરવા માટે ભારત પર્વનો પ્રારંભ થયો અને આજે ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજયંતીના ભવ્ય આયોજન સાથે આપણે ભારત પર્વતની સમાપનના સાક્ષી બનીશું. આ અવસરે ભગવાન બિરસામુંડાજીને સત સત પ્રણામ કરુ છું, આઝાદીના આંદોલનમાં ગુજરાત,રાજસ્થાન,મઘ્યપ્રદેશ સહિત દેશભરના જનજાતિય ક્ષેત્રમાં આઝાદીના લડવૈયા ગુરુગોવિદના આશીર્વાદ પણ આપણી સાથે છે, ગુરુ ગોવિદને પણ નમન. આજે મને દેવમોગરા મંદિરે જવાની તક મળી છે.
પાછલા એક દશકમાં દેશના ધાર્મિક સ્થળોનો ખૂબ વિકાસ કરવામાં આવ્યો છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે 2003માં મુખ્યમંત્રી હતો ત્યારે ડેડિયાપાડા આવ્યો હતો ત્યારે માનાં ચરણોમાં નમન કર્યા હતા, આજે ગર્વથી કહી શકું છે મારા જીવનમાં જે પુનનિર્માણનુ કાર્ય શરૂ કર્યુ હતું તે દેવમોગરા માતાજીના સ્થાનથી કરવામાં આવ્યું હતું. આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે. હું તો બનારસનો સાંસદ છું અને બનારસ એટલે સંત કબિરની ઘરતી. સંત કબીરજીનું મારા જીવનમાં એક અલગ સ્થાન છે, આ મંચથી તેમને પ્રણામ. તેમણે ઉમેર્યું હતું કે, દેશનો હું પહેલો વડાપ્રધાન છું જે ભગવાન બિરસામુંડાજીના ઘરે ગયો છું, આજે પણ ભગવાન બિરસામુંડાજીના પરિવાર સાથે મારે સબંઘ છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોઘન કરતા જણાવ્યું કે, ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજંયતી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કાર્યક્રમમાં પઘારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું હ્રદયથી સ્વાગત કરું છું. નરેન્દ્રભાઈએ સ્વાતંત્ર સેનાની અને ભગવાન બિરસામુંડાજીની જન્મજયંતી 15 નવેમ્બરના રોજ દેશમાં જન જાતિય ગૌરવ દિવસ ઉજવવાની પરંપરા ઊભી કરી છે. આવનારી પેઢીઓ સુઘી જનજાતિય સંસ્કૃતિનો ભવ્ય ઇતિહાસ ત્યાગ અને બલિદાનની ભાવના સચવાઇ રહેશે. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીનરેશભાઇ પટેલ, ડો.જયરામભાઇ ગામિત, સાંસદ મનસુખભાઇ વસાવા, બિરસામુંડાના પરિવારજનો સહિત આગેવાનો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.